Team VTV07:01 PM, 25 May 23
| Updated: 07:10 PM, 25 May 23
Ashish Vidyarthi Wedding: બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર આશીષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરમાં બીજા લગ્ન કર્યાં છે.
60 વર્ષીય એક્ટર આશીષ વિદ્યાર્થીએ કર્યાં બીજા લગ્ન
ફેશન આંત્રપ્રેન્યોર રૂપાલી બરુઆ સાથે કર્યાં લગ્ન
આ એક એકસ્ટ્રા ઓર્ડિનરી ફિલીંગ છે- આશીષ
બોલીવુડનાં 60 વર્ષીય એક્ટર આશીષ વિદ્યાર્થીએ ગુરુવારે ગુપચુપ રીતે લગ્ન કર્યાં છે. મળેલ માહિતી અનુસાર આશીષ વિદ્યાર્થીએ અસમની રૂપાલી બરુઆ સાથે લગ્ન માંડ્યા છે. મીડિયા રિપોર્ટસ્ અનુસાર ગુરુવારનાં દિવસે તેમણે કોલકત્તાનાં એક ક્લબમાં ફેશન આંત્રપ્રેન્યોર રૂપાલી બરૂઆ સાથે લગ્ન માંડ્યા છે. એક્ટરનાં પહેલા લગ્ન અભિનેત્રી શકુંતલા બરૂઆની પુત્રી રાજોશી બરુઆ સાથે થયાં હતાં.
આ એક એકસ્ટ્રા ઓર્ડિનરી ફિલીંગ છે- આશીષ
રૂપાલી સાથે લગ્ન કર્યાં બાદ તેમણે આ લગ્નને લઈને જાણકારી આપતાં મીડિયાને કહ્યું કે જિંદગીનાં આ સ્ટેજ પર રૂપાલી સાથે લગ્ન કરવું એક એકસ્ટ્રા ઓર્ડિનરી ફિલીંગ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે અને રૂપાલી ક્યારે મળ્યાં ત્યારે તેમણે કહ્યું કે લાંબી કહાણી છે, પછી ક્યારે આ વિષયે વાત કરશું.