ભારતીય ક્રિકેટમાં પોતાના શાનદાર છાપ છોડનાર પૂર્વ ફાસ્ટ બૉલર આશીષ નહેરા હવે યંગ પ્લેયર્સને ફાસ્ટ બૉલિંગ કરવાની ટ્રેનિંગ આપશે. તાજેતરમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ પોતાની છેલ્લી T-20 મેચ રમીને ક્રિકેટમાં સંન્યાસ લેનાર આશીષ નહેરા હાલમાં ક્રિકેટ કૉમેન્ટેટર તરીકે જોવા મળી રહ્યા છે.
સૂત્રોનુસારઆશીષ નહેરા IPLની એક ટીંમની સાથે કોચ તરીકે જોડાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ટીમ બીજી કોઇ નહી પરંતુ રૉયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની ટીમ છે. RCBની કેપ્ટન્સી ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પાસે છે એટલે કે વિરાટની કેપ્ટન્સીમાં રમી ચૂકેલા આશીષ નહેરા હવે વિરાટ કોહલી અને RCBની ટીમને ક્રિકેટ ટિપ્સ આપશે.
તમને જણાવી દઇએ કેક્રિકેટ કરિયરમાં ઘણી ઇજાઓ થવા છતાં આશીષ નહેરાએ લગભગ 19 વર્ષ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા. તે મોટેભાગે ઇજાઓને કારણે ટીમ ઇન્ડિયામાંથી અંદર-બહાર રહેતા. પોતાના ઇન્ટરનેશનલ કરિયર દરમિયાન લગભગ 12 ગંભીર ઇજા પહોંચ્યા છતાં આશીષ નહેરા ટીમ ઇન્ડિયામાંથી ડ્રોપ થયોપરંતુ પોતાના ફોર્મને કારણે ટીમ ઇન્ડિયામાંથી ક્યારેય બહાર ન થયા હતા.