બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ગુજરાત ટાઇટન્સને લાગી શકે છે વધુ એક ઝટકો, કેપ્ટન બાદ હવે કોચ પણ છોડી દેશે ટીમનો સાથ!

સ્પોર્ટ્સ / ગુજરાત ટાઇટન્સને લાગી શકે છે વધુ એક ઝટકો, કેપ્ટન બાદ હવે કોચ પણ છોડી દેશે ટીમનો સાથ!

Last Updated: 05:31 PM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Titans Yuvraj Singh New Head Coach: ઈન્ડિયન પ્રીમિયર લીગના પોતાના ડેબ્યૂ સીઝનમાં જ ટ્રોફી જીતનાર ગુજરાત ટાઈટન્સની ટીમના મુખ્ય કોચ આશીષ નેહરા ટીમનો સાથ છોડી શકે છે. નેહરા ડેબ્યૂ સીઝનથી જ ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયેલા છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગના ચેમ્પિયન કોચ આશીષ નેહરા ગુજરાત ટાઈટન્સને મોટો ઝટતો આપવાની તૈયારીમાં છે. માનવામાં આવી રહ્યું છે કે નેહરા આગામી આઈપીએલમાં સીઝનથી પહેલા ટીમનો સાથ છોડી શકે છે. તેની સાથે જ વિક્રમ સોલંકી પણ ટીમથી અલગ થવાની તૈયારીમાં છે.

આશીષ નેહરા અને વિક્રમ સોલંકી બન્ને ગુજરાતની સાથે ડેબ્યૂ સીઝનથી જ ટીમની સાથે છે. ગુજરાતે આઈપીએલની પોતાની પહેલી સીઝનમાં ટ્રોફી જીતીને બધાનો ચોંકાવી દીધા હતા. આ સફળતાની પાછળ ટીમના મુખ્ય કોચ આશીષ નહેરાની મહત્વની ભુમિકા રહી હતી.

PROMOTIONAL 10

નેહરા છોડી શકે છે ટીમનો સાથ

એવામાં જો નેહરા ટીમનો સાથ છોડે તો આ ગુજરાત માટે કોઈ મોટા ઝટકાથી કમ નથી. નેહરા પહેલા ટીમના પૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યા પણ આ ટીમથી અલગ થઈ ગયા હતા. તેના કારણે આઈપીએલના 17માં સીઝનમાં ગુજરાતનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું.

યુવરાજ સિંહની થઈ શકે છે ટીમમાં એન્ટ્રી

આશીષ નેહરાના ગુજરાત ટાઈટન્સથી હટવાની વાત પર એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાકતના પૂર્વ ધાકડ ખેલાડી યુવરાજ સિંહ ગુજરાત ટાઈટન્સના નવા મુખ્ય કોચ બની શકે છે. નેહરાના વિકલ્પ તરીકે યુવરાજ સિંહનું આવવું પણ ટીમ માટે સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. પરંતુ નવા કોચિંગ સ્ટાફની સાથે ખેલાડીઓની વચ્ચે સંતુલનમાં સમય લાગી શકે છે.

વધુ વાંચો: સૂર્ય ગોચરથી સર્જાશે લક્ષ્મી નારાયણ રાજયોગ, જેનાથી ખીલી ઉઠશે આ 5 રાશિવાળાઓનું ભાગ્ય

જણાવી દઈએ કે યુવરાજ સિંહ પોતાના સમયના સૌથી ધાકડ ખેલાડીઓમાંથી એક રહ્યા છે. તેમણે ટીમ ઈન્ડિયાને ટી20 વિશ્વ કપ 2007 અને વનડે વિશ્વ કપ 2011ને જીતવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે યુવરાજ પોતાના કોચિંગ કરિયરમાં પણ કમાલ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Titans Yuvraj Singh IPL 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ