Tuesday, August 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / ઊંઝા APMC ચૂંટણીમાં વિકાસનો વિજય, ભાજપ સામે પડનારા નારાયણ પટેલનાં સૂપડા સાફ

ઊંઝા APMC ચૂંટણીમાં વિકાસનો વિજય, ભાજપ સામે પડનારા નારાયણ પટેલનાં સૂપડા સાફ

ડીજેનાં તાલે અને ગુલાલના રંગે ઉજવાઈ રહેલો  આ ઉત્સવ ભવ્યજીતનો ઉત્સવ છે. આ ઉત્સવ અને ઉત્સાહ એશિયા ખંડના મોટામા મોટા માર્કેટિંગ યાર્ડ પર કબજો જમાવ્યાનો ઉત્સવ છે. આશાબેન પટેલની સાકાર થયેલી આશા અને નારાયણ પટેલનાં ઘટેલા વિશ્વાસનો આ જશ્ન છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસમાં ઘણા ખેલ ખેલાયા હતાં. જેમાં કોંગ્રેસનાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં આવનારા ડોક્ટર આશાબેન પટેલ પર સૌની નજર હતી.

એશિયાની સૌથી મોટી ગણાતી ઊંઝા APMC માંથી ભાજપના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના જૂથની કારમી હાર થઇ છે. જયારે કોંગ્રેસ માંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાઈને ધારાસભ્ય બનનાર આશા પટેલ જૂથનો વિજય થયો છે. ત્યારે  ઊંઝા APMC પરિણામો કેવા રહ્યાં અને કેમ નારાયણ પટેલ જૂથનાં બદલે આશા પટેલનાં જૂથનો સ્વીકાર થયો જોઈએ, આ અહેવાલમાં.
 
ડીજેનાં તાલે અને ગુલાલના રંગે ઉજવાઈ રહેલો  આ ઉત્સવ ભવ્યજીતનો ઉત્સવ છે. આ ઉત્સવ અને ઉત્સાહ એશિયા ખંડના મોટામા મોટા માર્કેટિંગ યાર્ડ પર કબજો જમાવ્યાનો ઉત્સવ છે. આશાબેન પટેલની સાકાર થયેલી આશા અને નારાયણ પટેલનાં ઘટેલા વિશ્વાસનો આ જશ્ન છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસમાં ઘણા ખેલ ખેલાયા હતાં. જેમાં કોંગ્રેસનાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં આવનારા ડોક્ટર આશાબેન પટેલ પર સૌની નજર હતી.

આશાબેને બળવો પોકાર્યો ત્યારે એવી ચર્ચા ચાલી હતી કે તેમને ઊંઝા વિધાનસભાની ટિકિટ અપાશે તેમજ તેમનાં વિશ્વાસુ લોકોને ઊંઝા એપીએમસી માર્કેટ યાર્ડ તાસકમાં ધરાશે. એ ધારણા પણ હવે સાચી પડી છે. પહેલા ઊંઝા વિધાનસભા અને હવે APMC આશા પટેલે નારણ પટેલ પાસેથી આંચકી લઈ નારાયણ પટેલને પરાસ્ત કર્યા. પોતાનું જૂથ વિજયી થવા માટે આશાબેન આ કારણો ગણાવી રહ્યાં છે.

વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસનાં બાગી નેતા આશાબેનને ટિકિટ આપી હતી. જેમાં તેમનો ભવ્ય વિજય પણ થયો હતો. ત્યાર બાદ યોજાયેલી ઊંઝા એપીએમસી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં પણ આશાબેનની વિકાસ પેનલનાં ઉમેદવારો ભાજપનાં દિગ્ગજ નેતા નારાયણ પટેલની વિશ્વાસ પેનલનાં ઉમેદવારો સાથે ટકરાયા હતાં. જેમાં ભાજપનાં દિગ્ગજ નેતા અને લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને પડકાર આપનારા નારાયણ પટેલનો ખૂબ જ શરમજનક પરાજય થયો છે. એટલું જ નહીં ઊંઝા એપીએમસી માર્કેટનાં ચેરમેન અને નારાયણ કાકાનાં પુત્ર ગૌરાંગ પટેલ પણ ચૂંટણી હારી ગયા છે. ત્યારે વિજેતા ઉમેદવાર પોતાની જીત માટે કયા ગણાવે છે કારણો. 

ઊંઝા એપીએમસી માર્કેટ યાર્ડ માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર એશિયા ખંડનું આર્થિક રીતે સૌથી સમૃદ્ધ માર્કેટિંગ યાર્ડ છે. ઊંઝા APMC રાજ્યમાં સૌથી વધુ આવક ધરાવતું ખેત ઉત્પાદન બજાર છે. ઊંઝા ગંજ બજાર રોજની રૂ. 37 કરોડની સેસની આવક ધરાવે છે. APMCની માર્કેટ ફી અને અન્ય આવક કરોડો રૂપિયામાં છે. ઊંઝા APMCથી વિશ્વબજારમાં જીરાની નિકાસ થાય છે. ઊંઝા APMC અબજો રૂપિયાનું ટર્ન ઓવર ધરાવે છે. એ દ્રષ્ટિએ પણ આ યાર્ડનો વહીવટ પોતાના હસ્તક હોવો તે કોઈ પણ આગેવાન કે નેતાઓ માટે પ્રતિષ્ઠાનો વિષય હોય છે એટલું જ નહીં ઉત્તર ગુજરાતનાં રાજકારણની મુખ્ય ધરી પણ આ ઊંઝા માર્કેટિંગમાં જ ઘુમતી જોવા મળતી હોય છે.

વર્ષે અબજો રૂપિયા ધરાવતા ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં કુલ 313માંથી 311 મત પડ્યાં હતાં. આ ચૂંટણીમાં વેપારી વિભાગમાંથી 94 ટકા મતદાન થયું હતું. જ્યારે ખેડૂત વિભાગમાંથી 99 ટકા જેટલું મતદાન થયું હતું. એક એગ્રિકલ્ચર માર્કેશટગ યાર્ડની ચૂંટણમાં પ્રથમ વખત ભાજપનાં જ બે જૂથો સામસામે ચૂંટણી લડ્યાં હતાં. જેમાં મતદારોએ વિશ્વાસે વહાણ હંકારવાના બદલે  વિકાસની દોડમાં ઝંપલાવવા મન બનાવ્યું હોય તેવું આ પરિણામો કહી રહ્યાં છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ