Team VTV12:00 PM, 25 Dec 19
| Updated: 12:11 PM, 25 Dec 19
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પાર્ટીથી લોકસભાના સાંસદ અસદુદીન ઓવૈસીએ મંગળવારે ગૃહમંત્રી અમિત શાહ પર કડક શબ્દોમાં પ્રહાર કર્યો છે. તેઓએ કહ્યું કે રાષ્ટ્રિય જનસંખ્યા રજિસ્ટર (NPR) સરકારના રાષ્ટ્રિય નાગરિકતા રજિસ્ટર (NRC)ની તરફથી લેવામાં આવેલું પહેલું પગલું છે.
NRC અને NPRને લઈને ચર્ચા
અમિત શાહના નિવેદનને લઈને ઓવૈસીએ કર્યા પ્રહાર
NRCની તરફ પહેલું પગલું છે NPR: ઓવૈસી
ઓવૈસીએ કહ્યું કે આ નાગરિકતા અધિનિયમ 1955ના અનુસાર NPR કરી રહ્યા છે. તો શું આ NCRની સાથે જોડાયેલું નથી? ગૃહમંત્રી દેશને શા માટે ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેઓએ સંસદમાં મારું નામ લીધું અને કહ્યું કે ઓવૈસીજી એનઆરસી દેશભરમાં લાગૂ કરવામાં આવશે.
અમિત શાહના નિવેદનને લઈને ઓવૈસીનો પ્રહાર
ઓવૈસીએ કડક શબ્દોમાં કહ્યું કે અમિત શાહ સાહેબ, જ્યાં સુધી સૂર્ય પૂર્વમાંથી ઉગતો રહેશે અમે સાચું કહેતા રહીશું. NPR, NRCની તરફ પહેલું પગલું છે. જ્યારે એપ્રિલ 2020માં એનપીઆર કરવામાં આવશે તો અધિકારી દસ્તાવેજ માટે કહેશે. અંતિમ સૂચિ NRC હશે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક વિશેષ સાક્ષાત્કારમાં કહ્યું છે કે NPRના NRCથી કંઈ લેવા દેવા નથી.
ગૃહમંત્રીએ ઓવૈસીના નિવેદનનો આપ્યો વળતો જવાબ
સાક્ષાત્કારમાં ગૃહમંત્રીએ ઓવૈસી પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે હું ઓવૈસીના વલણથી હેરાન નથી. જો અમે કહીએ કે સૂર્ય પૂર્વથી ઉગે છે તો ઓવૈસા સાહેબ કહે છે કે સૂર્ય પશ્ચિમથી ઉગે છે.પણ હું ઓવૈસીને આશ્વસ્ત કરવા ઈચ્છું છું કે NPRના NRC સાથે કોઈ લેવા દેવા નથી. આ બંને એકમેકથી અલગ છે.
NPR, NRCનું બીજું નામ છેઃ ઓવૈસી
AIMIM પ્રમુખ અસદુદીન ઓવૈસીએ દાવો કર્યો છે કે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર એનઆરસીનું પહેલું પગલું છે. ઓવૈસીએ કહ્યું કે અસમમાં ભાજપ નેતા હેમંતા બિસ્વા શર્મા સુપ્રીમ કોર્ટની હાજરીમાં થયેલા એનઆરસી પર સવાલ કરી રહ્યા છે. કેમકે સૂચિમાં વધારે મુસ્લિમ નથી.