બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવસારી તરબોળ.! જળસ્તર તો ઘટ્યું છતાંય અંબિકા અને કાવેરી નદી વહી રહી છે બે કાંઠે, બ્રિજ-રસ્તાઓ ધોવાયા પણ હવે રાહત?

ચોમાસું / નવસારી તરબોળ.! જળસ્તર તો ઘટ્યું છતાંય અંબિકા અને કાવેરી નદી વહી રહી છે બે કાંઠે, બ્રિજ-રસ્તાઓ ધોવાયા પણ હવે રાહત?

Last Updated: 06:38 PM, 5 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબિકા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક ગામોમાં પાણી ભરાયા છે. જો કે, અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં હવે થોડો ઘટાડો થયો છે.

દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં પુરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદના પગલે અનેક નદીઓ વહેતી થઈ છે જ્યારે કેટલાય ખેતરો બેટમાં ફેરવાયા છે. અંબિકા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક ગામોમાં પાણી ભરાયા છે. જો કે, અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં હવે થોડો ઘટાડો થયો છે.

ગણદેવીથી અમલસાડ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ

નવસારીના ગણદેવીથી અમલસાડ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. પુરને કારણે અનેક નાના પુલ પર પાણી ફરી વળ્યા છે. તો અંબિકા નદીના રોદ્ર સ્વરૂપમાં અનેક પુલનું ધોવાણ પણ થયું છે. હાલ અંબિકા નદીનું જળસ્તર ઘટ્યું છે છતાં નદી બે કાંઠે વહી રહી છે. હજુ પણ ગણદેવી- અમલસાડ ધમડાછા ગામને જોડતા લો લેવલ બ્રિજના ડેન્જર લેવલ પરથી પાણી પસાર થઈ રહ્યું છે. વાહન વ્યવહાર માટે બ્રિજ બંધ થઈ જતા અનેક ગામોને અસર પણ થઈ હતી.

આ પણ વાંચો: શિક્ષણની દુનિયામાં પગરણ માંડી આદિજાતિ વિસ્તારના બાળકોએ કર્યું સ્માર્ટ એજ્યુકેશન તરફ પ્રયાણ, રાષ્ટ્ર નિર્માણમાં પણ યોગદાન આપ્યું

PROMOTIONAL 12

તંત્રએ રાહતના શ્વાસ લીધો

નવસારીના બીલીમોરામાં અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં ઘટાડો થયો. સ્થિતિ સામાન્ય થતા બંદર રોડ અને દેસરા વિસ્તારમાંથી હવે પાણી ઓસરી રહ્યા છે. 12 કલાક સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા 25000થી વધુ લોકો અસરગ્રસ્ત થયા હતા. અંબિકા નદી 20 ફૂટ નજીક પહોંચ્યું. જેની ભયજનક સપાટી 28 ફૂટ છે. 19 ફૂટ ભયજનક સપાટી ધરાવતી કાવેરી નદી 16 ફૂટ પર આવી જતા સ્થિતિ સામાન્ય થઈ છે તંત્રએ રાહતના શ્વાસ લીધો છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambika River Navsari Rains Update Navsari Rains
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ