As soon as this leader landed in Jaipur, the Gujarat police arrested him, the case is connected with the Morbi tragedy
BIG NEWS /
જયપુરમાં લેન્ડ થતાં જ આ નેતાની ગુજરાત પોલીસે કરી ધરપકડ, મોરબી દુર્ઘટના સાથે જોડાયેલો છે કેસ
Team VTV10:21 AM, 06 Dec 22
| Updated: 06:15 PM, 06 Dec 22
મોરબી બ્રિજ દુર્ઘટના સમયે ફેક ટ્વિટ કરીને ન્યૂઝ ફેલાવવા બદલ તૂણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલે સામે ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી.
તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેની ધરપકડ
મોરબી બ્રિજ દુર્ઘટના પર ટ્વિટ કરવા બદલ તેમની સામે કાર્યવાહી
ભાજપ પર બદલાની રાજનીતિનો આરોપ લગાવ્યો
પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે ગુજરાત પોલીસે સોમવારે આ કાર્યવાહી કરી હતી અને એ દરમિયાન એમ કહેવામાં આવી રહ્યું છે કે 'મોરબી બ્રિજ દુર્ઘટના પર ટ્વિટ કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.' ગુજરાતમાં મોરબીમાં પુલ તૂટવાને કારણે 135 લોકોના મોત થયા હતા એ ઘટનાને પર ટ્વિટ કરવા બદલ સાકેત ગોખલેની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાતમાં મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટના સમયે તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેએ ફેક ન્યૂઝ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ડેરેક ઓ બ્રાયનનું કહેવું છે કે એ વાતને લઈને હાલ ગુજરાત પોલીસ તેની ધરપકડ કરી છે
જણાવી દઈએ કે પાર્ટીના નેતા ડેરેક ઓ બ્રાયને કહ્યું હતું કે સાકેત સોમવારે રાત્રે 9 વાગે નવી દિલ્હીથી ફ્લાઈટ લઈને જયપુર પહોંચ્યો હતો અને ત્યાં ઉતરતાની સાથે જ સાકેતની રાહ જોઈ રહેલી ગુજરાત પોલીસે તેની ધરપકડ કરી હતી. એ પછી મંગળવારે સવારે 2 વાગે એમને તેની માતાને ફોન કરીને પોતાના ધરપકડની જાણ કરી કરતાં લાહયું હતું કે તેને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે.
આ સિવાય તેની ધરપકડ દરમિયાન પોલીસે તેને બે મિનિટનો ફોન કોલ કરવાની મંજૂરી આપી હતી અને એ પછી ફોન સહિતનો તમામ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ વિશે વધુ વાત કરતાં બ્રાયને કહ્યું હતું કે, 'મોરબી બ્રિજ દુર્ઘટના અંગે અમદાવાદ સાયબર સેલમાં તેની સામે ખોટો કેસ નોંધવામાં આવ્યો છે અને આ બધું અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષને ચૂપ નહીં કરાવી શકે. આ સાથે જ તેમણે ભાજપ પર બદલાની રાજનીતિનો આરોપ લગાવ્યો છે.