As soon as the wife refused to make mutton, she started dialing 100, the police did the same with her husband
તારી આ હિંમત ? /
પત્નીએ મટન બનાવવાની ના કહેતા જ ડાયલ કરવા માંડ્યો 100 નંબર, પોલીસે પતિ સાથે આવું કર્યું
Team VTV11:02 PM, 20 Mar 22
| Updated: 11:06 PM, 20 Mar 22
તેલંગાણામાં એક અજીબ-ઓ-ગરીબ કિસ્સો. પત્નીથી નારાજ થઈને 100 નબર પર 6 વાર ફોન ઘૂમાવી દીધો. આ શખ્સ નશામાં ધૂત હતો.અને પરતની સામે ગુસ્સે ભરાયો હતો.
જો પતિ સે કરે પ્યાર, વો કૈસે કરે ઇનકાર ?
પત્નીની ના સાંભળતા જ પતિનો પિત્તો ફાટ્યો
ઈમરજન્સી નંબર પર 6 વાર ઘૂમેડ્યો ફોન
તેલંગાણામાં એક અજીબ-ઓ-ગરીબ કિસ્સો સામે આવ્યો છે.નવીન નામક શખ્સે પોતાની પત્નીથી નારાજ થઈને 100 નબર પર 6 વાર ફોન ઘૂમાવી દીધો. આ શખ્સ નશામાં ધૂત હતો.અને પરતની સામે ગુસ્સે ભરાયો હતો.
મળતી માહિતીનુસાર, હોળીના દિવસે નવીને શરાબ પીધો હતો અને પત્નીને માતાન બનાવી દેવા હુકમ છોડ્યો હતો. પત્નીએ પતિદેવની આજ્ઞાને ઠુકરાવી દીધી અને માતાન બનાવવા નાં પાડી દીધી. પત્નીની ના સાંભળતા જ, નવીનનો ગુસ્સો સાતમાં આસમાને પહોચી ગયો. અને 100 નંબર પર ફોન ઘૂમાવવા લાગ્યો. એટલું જ નહિ નવીને પોલીસને 6 વાર કોલ કરી દીધા
પોલીસે જ્યારે અજબ-ગજબની ફરિયાદ સાંભળી તો તેને લાગ્યું કે આ કોઈ મજાક કરી રહ્યું છે.પહેલા તો પોલીસે આ વાતને ગણકારી નહિ.પણ જ્યારે નવીન વારંવાર કોલ કરતો રહ્યો ત્યારે, પોલીસે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો . બીજા જ દિવસે પોલીસ નવીનનાં ઘરે પહોચી,અને તેને જેલ ભેગો કરી દીધો. પોલીસ અધિકારીએ કહ્યું કે, નવીન પર IPCની કલમ 290 અને 510 મુજબ કાર્વાહી થશે.
પોલીસે નાગરિકોને અપીલ કરતા કહ્યું કે, આવા પ્રકારની હરકતોથી પોલીસને મુશકેલીઓ થાય છે અને જેમણે ખરેખર મદદની જરુર હોય છે તેને યોગ સમયે મદદ નથી પહોચાડી શકાતી. 100 નબર ઈમરજન્સી જેવી સ્થિતિ માટે હોવાથી એ રીતે જ તેનો ઉપયોગ કરવો જોઈએ