બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / As soon as the IPL ended, English player of CSK ben stokes became fit for his team

ક્રિકેટ / IPL પૂરી થતાં જ CSKનો આ અંગ્રેજ ખેલાડી પોતાની ટીમ માટે થયો એકદમ ફિટ, ફ્રેન્ચાઈઝીને લગાવ્યો કરોડોનો ચૂનો!

Megha

Last Updated: 09:40 AM, 1 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેન્ડનો આ ખેલાડી આઈપીએલ 2023ની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો. ફ્રેન્ચાઇઝીએ તેને 16.25 કરોડમાં ખરીદ્યો હતો પણ તે માત્ર બે મેચ રમ્યા બાદ ઈજાગ્રસ્ત થયો હતો.

  • IPL 2023 બે મહિના પછી હવે સમાપ્ત થઈ ગયું છે
  • ઈંગ્લેન્ડના એક મોટા ખેલાડીની ફિટનેસ અંગે અપડેટ સામે આવ્યું
  • IPLમાં ફ્રેન્ચાઇઝીએ તેને 16.25 કરોડમાં ખરીદ્યો હતો

IPL 2023 તેના બે મહિના પછી હવે સમાપ્ત થઈ ગયું છે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ પૂરી થતાં જ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા 7 જૂનથી ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમશે. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમે એશિઝ પહેલા આયર્લેન્ડનો સામનો કરવાનો છે. એવામાં હાલ ઈંગ્લેન્ડના એક મોટા ખેલાડીની ફિટનેસ અંગે અપડેટ સામે આવ્યું છે. આઈપીએલની લગભગ આખી સિઝનમાં બેન્ચ પર બેઠેલા આ મોંઘા ખેલાડીને જણાવવામાં આવ્યું છે કે તે તેની ટીમ માટે સંપૂર્ણ રીતે ફિટ છે. ઇંગ્લેન્ડની ટીમ આયર્લેન્ડ સામે 1 જૂનથી 4 જૂન સુધી લોર્ડ્સમાં એકમાત્ર ટેસ્ટ રમશે.

અંહિયા વાત થઈ રહી છે ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સની. ઈંગ્લેન્ડનો આ ખેલાડી આઈપીએલ 2023ની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો. ફ્રેન્ચાઇઝીએ તેને 16.25 કરોડમાં ખરીદ્યો હતો પણ તે માત્ર બે મેચ રમ્યા બાદ ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેની આખી સિઝન બેન્ચ પર જ પસાર થઈ હતી. CSK પ્લેઓફમાં પહોંચ્યા બાદ તે પોતાના દેશ પરત ફર્યો હતો પણ હવે જે અપડેટ આવ્યું છે તે જાણીને CSKના ચાહકો ચોક્કસપણે ગુસ્સે થઈ શકે છે. એટલે કે IPL ખતમ થયાને માત્ર 3 દિવસ થયા છે અને આ ખેલાડી તેની ટીમ ઈંગ્લેન્ડ તરફથી રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ફ્રેન્ચાઈઝીને પણ 16.25 કરોડનું મોટું નુકસાન થયું છે.

સ્ટોક્સ ઓલરાઉન્ડર તરીકે રમવા માટે તૈયાર  
ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ ઘૂંટણની ઈજામાંથી સાજા થયા બાદ આગામી એશિઝ શ્રેણીમાં ઓલરાઉન્ડર તરીકે રમવા માટે તૈયાર છે, એટલે કે તે બોલિંગ કરવા માટે પણ ફિટ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો આ ખેલાડી ઈજાના કારણે માત્ર બે મેચ જ રમી શક્યો હતો. આ દરમિયાન તેણે માત્ર એક ઓવર ફેંકી હતી. આ પછી, બુધવારે તેણે કહ્યું કે તે આગામી સિઝનમાં દરેક ટેસ્ટ મેચ રમવાનો પ્રયત્ન કરશે. 

આયર્લેન્ડ સામેની ટેસ્ટ પહેલા તેણે કહ્યું કે, જ્યાં સુધી હું ચાલી શકીશ ત્યાં સુધી હું મેદાન પર રહીશ. હું મારી જાતને એવી સ્થિતિમાં મૂકવા માંગતો નથી કે જ્યાં હું પાછળ જોઉં તો મને અફસોસ થાય કે બોલ સાથે મારો ભાગ ભજવવાનો પ્રયાસ ન કર્યો. જણાવી દઈએ કે સ્ટોક્સને આ વર્ષે ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસ દરમિયાન આ ઈજા થઈ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Ben Stokes IPL 2023 IPL 2023 news આઈપીએલ 2023 ઈંગ્લેન્ડ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ બેન સ્ટોક્સ IPL 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ