બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / ફ્રી સર્વિસ પૂર્ણ થતા જ વાહનચાલકો આવી ભૂલ ન કરતા, નહીંતર આવશે પસ્તાવાના દહાડા!
Last Updated: 02:57 PM, 12 November 2024
જ્યારે આપણે નવું સ્કૂટર કે બાઈક ખરીદીએ છીએ ત્યારે 3 ફ્રી સર્વિસ આપવામાં આવે છે. જે ચોક્કસ કિલોમીટર અને નિશ્ચિત સમયસીમામાં કરાવાની હોય છે. પરંતુ આ ફ્રી સર્વિસમાં લેબર ચાર્જ સિવાય બીજા તમામ ચાર્જ લગાવવામાં આવે છે. ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટર પર કુશળ મિકેનિક હોય છે છતાં ઘણા લોકો ફ્રી સર્વિસ બાદ એવી ભૂલ કરી બેસતા હોય છે જે સ્કૂટરને ભારે નુકશાન પહોંચાડે છે અને પૈસાની પણ બરબાદી થતી હોય છે.
ADVERTISEMENT
ફ્રી સર્વિસ સમાપ્ત થયા બાદ લોકો થોડા પૈસા બચાવવા માટે લોકલ મિકેનિક્સ પાસે જતા હોય છે. જેમાં ઘણા આવા લોકલ મિકેનિક્સ પાસે પૂરતી જાણકારી અને સુવિધાઓ નથી હોતી. જેના કારણે તેઓ ઘણીવાર સ્કૂટર કે બાઈકમાં લોકલ પાર્ટ્સ લગાવી દે છે, જેના કારણે ભવિષ્યમાં વાહનને ઘણું નુકસાન થાય છે.
ADVERTISEMENT
ઘણી વખત લોકલ મિકેનિક્સ જુગાડ કરીને પણ સ્કૂટર કે બાઈકને રિપેર કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેવું કરવાથી વાહનને મોટું નુકસાન થઈ શકે છે. આથી માત્ર ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટર પર જ સર્વિસ કરાવવી જોઇએ. ભલે તેમાં થોડા વધુ પૈસા ખર્ચ કરવા પડે પરંતુ આગળ જઈને તમે મોટા નુકશાનથી બચી શકો છો.
ફ્રી સર્વિસ બાદ પણ સર્વિસ સેન્ટર તમને એક્સટેન્ડેડ સર્વિસ પણ ઓફર કરે છે. તમે ઇચ્છો તો તમે તેને લઈ શકો છો અથવા રેગ્યુલર paid સર્વિસ પણ કરાવી શકો છો. નેક્સ્ટ સર્વિસ કેટલા કિલોમીટર બાદ થશે તે વિશે પણ સર્વિસ ટીમ સાથે વાત કરી શકો છો, તેઓ તમને સંપૂર્ણ માર્ગદર્શન આપશે.
સ્કૂટર કે બાઈકમાં કેટલાક પાર્ટ્સ એવા હોય છે જે સર્વિસના સમયે બદલવામાં આવે છે. તો કેટલાક પાર્ટ્સ એવા હોય છે જેને કિલોમીટર પ્રમાણે બદલવા પડે છે. જો તમે આ કામ સમયસર કરાવી લો છો તો વાહનને કોઈ સમસ્યા થતી નથી.
જો તમે દરરોજ 30 કિલોમીટરથી વધુ સ્કૂટર કે બાઈક ચલાવો છો, તો દર 1500 કિલોમીટર બાદ એન્જિન ઓઈલ તપાસો. જો તેનું ધ્યાન રાખવામાં ન આવે તો તે એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે. આ સિવાય બ્રેક શૂ, ઓઈલ ફિલ્ટર, એર ફિલ્ટર અને ડિસ્ક બ્રેક ઓઈલ પણ ચેક કરતા રહેવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.