બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / As soon as Diwali was over, news of relief came for the Modi government, which was accepted by the rating agencies regarding the economy

રિકવરી / દિવાળી પૂર્ણ થતાં જ મોદી સરકાર માટે આવ્યા રાહતના સમાચાર, અર્થતંત્રને લઈને રેટિંગ એજન્સીઓએ સ્વીકારી આ વાત

Nirav

Last Updated: 08:37 PM, 17 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંકટને કારણે કેન્દ્ર સરકારે આખા દેશમાં લોકડાઉન કરવું પડ્યું. સરકારના નિર્ણયથી દેશની આર્થિક પ્રવૃત્તિ અટકી ગઈ અને અર્થવ્યવસ્થાના ચક્રો સંપૂર્ણ રીતે ઠપ્પ પડી ગયા હતા. આ લોકડાઉનને કારણે ભારતના GDP માં 23.9 ટકાનો મોટો ઘટાડો નોંધાયો. જે આધુનિક ભારતની GDP ના ઇતિહાસનો સૌથી મોટો ઘટાડો હતો.

  • ભારતની અર્થવ્યવસ્થામાં ઝડપી સુધારાના સંકેત 
  • મોટા ભાગની રેટિંગ એજન્સીઓએ સ્વીકારી આ વાત
  • નાણાંકીય વર્ષ 2021-22 થી ભારત કોરોના પૂર્વના સ્તરે પહોંચી શકે છે  

પહેલા ભારત ના અર્થતંત્રની રિકવરીને લઈને મોટા ભાગની રેટિંગ એજન્સીઓનો અભિપ્રાય નેગેટિવ હતો, જો કે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા ઝડપી નિર્ણયોને પગલે અને અર્થતંત્ર માટે જાહેર કરાયેલા ત્રણ મોટા રાહત પેકેજોના લીધે હવે અર્થતંત્રમાં રિકવરી શક્ય બની છે, અને મોટા ભાગની રેટિંગ એજન્સીઓને આને લઈને પોતાના અભિપ્રાયો બદલવા પડયા છે.  

શું કહે છે ગોલ્ડમેન સાશ ?

વૈશ્વિક રેટિંગ એજન્સી ગોલ્ડમેન સાશે ભારત ને લઈને તેના અવલોકનમાં મોટો સુધારો કર્યો છે, નાણાકીય વર્ષ 2021 માટે તેણે ભારત ના GDP રેટિંગને સુધારીને - 10.3 % કર્યો છે, જેમાં 4.5 % નો સુધારો કર્યો છે આ પહેલા તે - 14.9% હતો, આમ તેમના પ્રમાણે ભારત ના અર્થતંત્રમાં આ વર્ષ 2021 - 22 માં 13 ટકાનો સુધારો થવો સંભવ છે. 

શું કહે છે મોર્ગન સ્ટેન્લીનો અહેવાલ?

રેટિંગ એજન્સી મોર્ગન સ્ટેનલી એ એક અહેવાલમાં દાવો કર્યો છે કે ભારત ના નાણાકીય વર્ષમાં આ વર્ષના બીજા ક્વાર્ટરથી પરિસ્થિતિ સુધારી છે, જેના આધારે કહી શકાય કે 2021માં તે 9.8 ટકા જેટલો વધારો પામશે જે 2020માં 5.7 ટકા જેટલો ઘટાડો પામશે જો કે ફુગાવાનો દર 4 ટકાથી વધુ નો એટલે કે સરકાર અને RBI ના લક્ષ્યથી ઊંચો રહેશે, પરંતુ 2021ના ચોથા ક્વાર્ટરમાં કોરોના પહેલાના સ્તરે પહોંચી જવાશે. 

 

શું છે ફિચનો અહેવાલ?

રેટિંગ એજન્સી ફિચે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2021-22માં ભારત નો વિકાસ દર 9.5 ટકાનો હોઈ શકે છે. જો કે કોરોનાના લીધે વર્ષ 2020-21માં - 10.5 ટકાની વૃદ્ધિનો અંદાજ લગાવ્યો છે. ફિચે કહ્યું હતું કે કોરોના સંકટ બાદ દેશનો GDP ગ્રોથ રેટ ફરીથી પાટા પર આવે તેવી અપેક્ષા છે.

રેટિંગ એજન્સી મૂડીઝે શું કહ્યું?

ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે પણ 2020 માટે ભારત ની GDP વૃદ્ધિના અંદાજમાં સુધારો કર્યો છે.મૂડીઝે તેને સુધારીને  -8.9 ટકા કર્યો છે. જે અગાઉ આ અંદાજ -9.6 ટકા રાખ્યો હતો. એટલે કે આ રેટિંગ એજન્સીને પણ ભારતીય અર્થતંત્રમાં ઝડપી રિકવરીની આશા છે. 

વધુમાં, મૂડીઝે આગામી નાણાકીય વર્ષ 2021-22 માટે ભારત ની GDP વૃદ્ધિનો અંદાજ 8.1 ટકાથી વધારીને 8.6 ટકા કર્યો છે. જો કે મૂડીઝનું માનવું છે કે આગામી વર્ષ સુધીમાં રિકવરી થઇ શકે છે, મૂડીઝે ગુરુવારે તેના ગ્લોબલ મેક્રો આઉટલુક 2021-22 ના અહેવાલમાં આ માહિતી આપી છે.

IMF નું શું માનવું છે ?

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF એ પણ કહ્યું હતું કે કોરોના ને કારણે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારત ની અર્થવ્યવસ્થામાં ઘટાડો થવાની ધારણા છે, પરંતુ આગામી નાણાકીય વર્ષમાં અર્થવ્યવસ્થા સુધારાની મોટી છલાંગ લગાવી શકશે IMF ના અનુસાર  2021 માં ભારતીય અર્થવ્યવસ્થા 8.8 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાવી શકે છે.વર્ષ 2020 માટે તે માઇનસ 10.3 ટકા રાખવામાં આવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Fitch Ratings GDP Goldman Sachs IMF Rating Agency moody's ભારત Recovery
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ