બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:27 AM, 14 November 2024
લગ્નગાળો નજીક હોવાથી બજારમાં કપડાની માગમાં ખુબ વધારો થયો છે. જો કે કાપડ ઉદ્યોગમાં સામાન્ય રીતે ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી શ્રમિકો કામ કરવા આવે છે. આ શ્રમિકો હાલ પોતાના વતનમાં રજાનો સમય માણી રહ્યા છે. ત્યારે હાલ ઉદ્યોગમાં માત્ર 50થી 60% જેટલા શ્રમિકો જ છે. જો કે અન્ય શ્રમિકો ધીમે ધીમે કામ અર્થે પાછા ફરી રહ્યા છે.
ADVERTISEMENT
માર્કેટ થશે ધમધમતું
સૂત્રો પાસેથી મળતી માહિતી અને વેપારીઓના જણાવ્યા મુજબ આગામી 10 દિવસમાં મોટાભાગના લોકો પાછા ફરશે તેવું માનવામાં આવી રહ્યું છે. માંગને પહોંચી વળવા ઉદ્યોગકારો સજ્જ છે. તો ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિંગ ઇન્ડસ્ટ્રી, વેલ્યુ એડીશન, માર્કેટિંગ ટ્રેડર્સ પાસેથી બજારમાં હકારાત્મક વાતાવરણ મળી રહ્યું છે. જેને લઇને લાભપાંચમથી જ માર્કેટ ધમધમતું થયું છે.
ADVERTISEMENT
વધુ વાંચો : દસાડા PSIને કચડી નાખનાર કોણ હતો? ટ્રક ચાલક ઝડપાયો, પોલીસના ખુલાસાએ ચોંકાવ્યાં
ત્યારે નવું વર્ષ સારૂ જશે તેવી ઉદ્યોગકારો દ્વારા આશા સેવાઇ રહી છે. અને વર્ષના અંતને ગણતરીના દિવસો બાકી છે ત્યારે લગ્નગાળાને લઇ આ ઉદ્યોમાં તેજી આવે તેવી પૂરે પૂરે શક્યતાઓ દેખાઇ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.