બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / as per the guideline of 400 and now it is 150! Ahmedabad family in confusion
ParthB
Last Updated: 01:19 PM, 13 January 2022
ADVERTISEMENT
કયા મહેમાનોને બોલાવવા અને કોને ના પાડવી તે દ્વિઘામા છે.
ADVERTISEMENT
આગામી 15 તારીખ બાદ કમુરતા ઉતરતાની સાથે જ સમગ્ર રાજ્યમાં મોટા પ્રમાણમાં લગ્નોના આયોજનો થઇ રહ્યા છે. જોકે કોરોનાનું સંક્રમણ વધતા લોકોના અરમાનો પર પાણી ફરી વળ્યુ છે. નવી ગાઈડલાઈન થી ઘણા પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે. 400 ના બદલે 150 લોકોની મર્યાદામાં લગ્ન યોજવા નિયમ આવ્યો છે. ત્યારે હવે કેવી રીતે લગ્ન કરવા તે મોટી મૂંઝવણ છે. લોકો મહેમાનોનું લિસ્ટ ઓછુ કરવાના કામે લાગી ગયા છે. કયા મહેમાનોને બોલાવવા અને કોને ના પાડવી તે દ્વિઘામા છે.
કોરોનાની નવી ગાઈડલાઈનને કારણે લગ્નપ્રસંગને અસર
રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે રાજ્ય સરકારે લગ્ન સહિતના પ્રસંગોમાં 400 લોકોની હાજરીની મર્યાદા ઘટાડીને 150 લોકોની કરી દીધી છે. જેથી અનેક પરિવારોના લગ્નપ્રસંગો અટવાયા છે. 22 થી 24 જાન્યુઆરીના સૌથી વધારે લગ્ન પ્રસંગો છે. નવી ગાઇડલાઇનના કારણે અમદાવાદના વાસુદેવભાઇનો પરિવાર પણ મુંઝવણમાં મુકાયો છે.22 અને 23 જાન્યુઆરીએ દીકરીના લગ્નનો પ્રસંગ છે.800 મહેમાનો સાથે લગ્નની તૈયારી પણ કરી. અને 400 ની ગાઇડલાઈન મુજબ કંકોત્રી પણ વહેંચી હતી.પરંતુ નવી ગાઇડલાઈન મુજબ માત્ર 150 લોકોને જ બોલાવી શકશે.જેથી કંકોત્રી આપી દીધી હોય એવા મહેમાનોને પણ ના પાડવાનો વારો આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.