બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભારે સંકટ આવે તો પણ ન વહેંચતા આ 3 વસ્તુઓ, નહીં તો આજીવન રહેશો પરેશાન, થશે મોટું નુક્સાન

વિષ્ણુ પુરાણ / ભારે સંકટ આવે તો પણ ન વહેંચતા આ 3 વસ્તુઓ, નહીં તો આજીવન રહેશો પરેશાન, થશે મોટું નુક્સાન

Last Updated: 11:17 AM, 19 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vishnu Purana Tips: વિષ્ણુ પુરાણ અનુસાર, કોઇપણ માણસને સંકટના સમયે પણ ત્રણ વસ્તુઓ ક્યારેય કોઇને ન આપવી જોઇએ. માન્યતા છે કે આમ કરવાથી જીવનમાં મુશ્કેલીઓ આવી જાય છે. એટલું જ નહીં તમે ક્યારેય આર્થિક તંગીમાંથી બહાર આવી શકતા નથી. ચાલો તો જાણીએ શું છે એ ત્રણ વસ્તુઓ જેને ક્યારેય ન વેંચવી જોઇએ

Vishnu Purana: વિષ્ણુ પુરાણમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જે વ્યક્તિએ સંકટ સમયે પણ બીજા વ્યક્તિને ન વેચવી જોઈએ. વિષ્ણુ પુરાણ અનુસાર, જો કોઈ વ્યક્તિ આવી ભૂલ કરે છે અને આ વસ્તુઓ વેચે છે, તો તે હંમેશા કોઈને કોઈ કારણસર પરેશાન રહે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે પરિવારમાં મોટી કટોકટી હોય તો પણ કઈ ત્રણ વસ્તુઓ વેચવી ન જોઈએ. વિષ્ણુ પુરાણ અનુસાર, આ વસ્તુઓ વેચવાથી ખરાબ સમય આવી શકે છે.

નફા માટે ગાયનું દૂધ

હિન્દુ ધર્મ સાથે જોડાયેલી માન્યતાઓમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ધંધાના નફા માટે ક્યારેય ગાયનું દૂધ કોઇને આપવું જોઈએ નહીં. વિષ્ણુ પુરાણ અનુસાર, ગાયના દૂધ પર ફક્ત વાછરડાઓનો જ અધિકાર છે. જે વ્યક્તિ આવું કરે છે તે મુશ્કેલીમાં રહે છે. જોકે, આજકાલ ઘણા લોકો દૂધનો વ્યવસાય કરે છે. આવા લોકોએ પોતાની કમાણીનો એક ભાગ સારા કાર્યોમાં ખર્ચ કરવો જોઈએ.

ગોળ ન વેચો

વિષ્ણુ પુરાણમાં પણ ગોળ વિશે મહત્વપૂર્ણ વાતો કહેવામાં આવી છે. ક્યારેય ગોળ પણ ન વેચવો જોઈએ. તેને સમૃદ્ધિનું પ્રતીક કહેવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે જો કોઈ તમારા ઘરે આવીને ગોળ માંગે તો બદલામાં પૈસા ન લો. તમે ખુશીથી ગોળ મફતમાં આપી શકો છો. વિષ્ણુ પુરાણ અનુસાર, ઘરમાં રાખેલો ગોળ વેચવો અશુભ છે. આમ કરવાથી નાણાકીય કટોકટી સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં, આ વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ.

ઘરમાં રાખેલ સરસવનું તેલ

વિષ્ણુ પુરાણ અનુસાર, વ્યક્તિએ ક્યારેય ઘરમાં સંગ્રહિત સરસવનું તેલ કોઈને વહેંચવું જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે જો કોઈ કારણોસર તમારે કોઈ બીજાને સરસીયુ આપવું પડે, તો તમે તે ખુશીથી આપી શકો છો. વિષ્ણુ પુરાણ અનુસાર, ઘરમાં રાખેલ સરસીયુ કોઇ અન્યને વેચવું અશુભ છે. જે લોકો આવું કરે છે તેમને જીવનભર પરેશાન રહેવું પડે છે. આવા લોકોના ઘરો પર સંકટના વાદળો છવાઈ જાય છે.

વધુ વાંચો: ચૈત્રી નવરાત્રી પહેલા સૂર્યગ્રહણનો ઓછાયો, જે આ રાશિના જાતકોના જીવનમાં મચાવશે ઉથલપાથલ

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vishnu puran for money Vishnu puran pdf Money tips for vishnu puran
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ