બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CCTV: નજર સામે જ વનરાજા આવી જતા પતિ-પત્નીએ જે દોટ મૂકી, Video ખરેખર જોવાં જેવો
Last Updated: 02:12 PM, 8 October 2024
નવાબંદર ગામ દરિયાઈ પટ્ટી વિસ્તારનું ગામ હોવાથી અવાર નવાર આવે વન્ય પ્રાણીઓ આવે છે. ત્યારે ગતરોજ ઉનાના નવાબંદર ખાતે શિકારની શોધમાં સાવજ આવ્યો હતો. જેને લઇ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.
ADVERTISEMENT
ગીર વિસ્તારમાં સિંહ દેખાવાની ઘટના અવારનવાર બનતી રહે છે. આ વખતે સ્થળ છે ઉનાનું નવાબંદર. નવાબંદરમાં રામજી મંદિર પાસે શિકારની શોધમાં સિંહ આવી ચડ્યો હોય એવા દ્રશ્યો સામે આવ્યા. નવાબંદર ગામ દરિયાઈ પટ્ટી વિસ્તારનું ગામ છે એટલે અવારનવાર અહીં સિંહ આવવાની ઘટના બને છે. સિંહ આવવાનું ગ્રામજનોને ધ્યાને આવતા ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
ત્યારે સિંહ ગામમાં આવ્યો તે સમયે બે વ્યક્તિઓ બાઇક પર પસાર થતા હતા. જે ટાણે સિંહ સામે આવતા મહિલા અને પુરૂષ બાઇક ચાલુ જ મુકીને દોટ મુકીને ભાગતા જોવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.