બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:12 PM, 4 November 2024
જો તમે લાંબા સમયથી સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હતા, તો તમારા માટે આ ખૂબ જ સારા સમાચાર છે. ભારતમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
1500 રૂપિયા સસ્તું થયું
સોનાની કિંમતમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે ભારતમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં 625 રૂપિયાનો ઘટાડો થયો હતો. જેને લઇ સોનાનો પ્રતિ 24 કેરેટ ભાવ 78267 રૂપિયે પહોંચ્યો હતો. 29 ઓક્ટોબરે ઓલ ટાઇમ હાઇને પાર કરનાર સોનું 1 સપ્તાહમાં 1500 રૂપિયા સસ્તું થયું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમા ચાંદીનો ભાવ પ્રતિકિલો 1 હજાર રૂપિયા ઘટી 94460 રૂપિયાએ પહોંચી છે. 29 ઓક્ટોબરે 1 લાખનો આંકડો પાર કરનાર ચાંદીમાં સપ્તાહ બાદ 6 હજારનો ઘટાડો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
સોનાની કિંમત કેવી રીતે નક્કી થાય છે?
દેશભરમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની સ્થિતિ અને ચલણ વિનિમય દરનો સમાવેશ થાય છે. જ્યારે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ વધે છે ત્યારે તેની અસર ભારતીય બજાર પર પણ પડે છે. આ સિવાય તહેવારોની સિઝનમાં માંગ વધવાથી પણ સોનાના ભાવમાં વધારો થાય છે.
આ પણ વાંચોઃ શેર માર્કેટમાં 8,00,000 કરોડનો ધુમાડો, સેન્સેક્સ-નિફ્ટીમાં જબરદસ્ત કડાકો, રોકાણકારો રડ્યાં
સ્થાનિક બજારોમાં ભાવ ઘટ્યા
ભારતમાં મોસમી માંગ અને પશ્ચિમ એશિયાના સંઘર્ષના ભૌગોલિક રાજકીય જોખમો જેવા અન્ય ઘણા પરિબળોની અસર સ્પષ્ટપણે દેખાય છે. જુલાઈમાં, સરકારે સોના અને અન્ય ધાતુઓ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યા પછી, સ્થાનિક બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં સાત ટકાનો તીવ્ર ઘટાડો થયો હતો. હવે તહેવારો અને લગ્નની સિઝનના કારણે માંગ વધવા લાગી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.