As another state slips out of BJP hand saffron hues shrink from India map
રાજનીતિ /
PM મોદી-શાહનો જાદુ થયો ઓછો, 71 ટકામાંથી આટલાએ પહોંચી દેશમાં BJP ની સત્તા
Team VTV07:38 AM, 27 Nov 19
| Updated: 09:12 AM, 27 Nov 19
નરેન્દ્ર મોદીને 2014માં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીનો ઝડપથી વિકાસ થયો. ભાજપે વર્ષ 2014માં કેન્દ્રમાં સરકાર બનાવી અને ઘણા રાજ્યમાં ભાજપની સરકાર બની. વર્ષ 2017 સુધીમાં કેસરીયો દેશના 71 ટકા ભાગમાં જોવા મળ્યો. આ બધુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જાદુ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની રણનીતિનું પરિણામ હતું.
ડિસેમ્બર 2017 સુધી દેશમાં 71 ટકા ભાગમાં હતી ભાજપની સરકાર
પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ પછી મહારાષ્ટ્રમાં ગઇ સત્તા
ડિસેમ્બર 2017 પછી ભાજપ ફરી વળતા પાણીએ જોવા મળવાનું શરૂ થઇ ગયું. જે નવેમ્બર 2019 સુધી ભાજપની 71 ટકામાંથી 40 ટકા સુધીમાં સરકાર સીમેટાઇને રહી ગઇ. એક રીપોર્ટ મુજબ હવે ભાજપની સત્તા દેશભરમાંથી સમટાઇને 40 ટકા જેટલી રહી ગઇ. આમ રીપોર્ટના આધારે એ વાત તો નક્કી થઇ ગઇ કે 2017ની સરખામણીએ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહનો જાદુ ઓસરી રહ્યો છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભલે ગત ચૂંટણી કરતા અપેક્ષાથી વધારે બેઠક મળી હોય અને 303 જીતીને કેન્દ્રમાં PM મોદીના નેતૃત્વમાં સરકાર બનાવી હોય, પરંતુ હાલ ઘણા રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બાદ હવે મહારાષ્ટ્રમાં સત્તાથી બહાર થવું પડ્યું છે.