બ્રેકિંગ ન્યુઝ
VTV / As 48 farmers committed suicide in the month of August, the collector took a big decision
Priyakant
Last Updated: 03:56 PM, 13 September 2022
ADVERTISEMENT
મહારાષ્ટ્રના યવતમાલમાં માત્ર ઓગસ્ટ મહિનામાં જ 48 ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હવે જિલ્લા મેજિસ્ટ્રેટ અમોલ યેગેએ એક સમિતિની રચના કરી છે. તેમણે પોતે પણ આ દુઃખદ મૃત્યુના આંકડા રજૂ કર્યા છે. મળતી માહિતી મુજબ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં આત્મહત્યાના કુલ 205 કેસ નોંધાયા છે. જે રાજ્ય સરકારની કાર્યશૈલી પર પણ સવાલો ઉભા કરી રહ્યા છે.
ADVERTISEMENT
યવતમાલના જિલ્લા કલેક્ટર અમોલ યેગેએ કહ્યું કે, અમે ખેડૂતોની સાથે છીએ. સરકારી કાર્યક્રમના ભાગરૂપે સરકારી અધિકારીઓ 13-14 સપ્ટેમ્બરના રોજ તેમની સાથે એક દિવસ વિતાવશે અને તેમની સમસ્યાઓ જાણવા અને તેમને સરકારી યોજનાઓ અને લાભો વિશે માહિતી આપશે.
Maharashtra | We're with the farmers. As part of govt program, govt officers will spend a day with them on Sep 13-14 to know their issues & inform them about govt schemes & benefits: Dist Collector Amol Yedge pic.twitter.com/DRqij3jx7o
— ANI (@ANI) September 13, 2022
આ તરફ હવે એક સ્થાનિક ખેડૂતે કહ્યું કે, અમારા પર લગભગ 12 લાખ રૂપિયાનું દેવું હતું. ભારે વરસાદને કારણે અમારો પાક બરબાદ થઈ ગયો હતો. અમે ક્યારેય વિચાર્યું નહોતું કે, અમારા પિતા આત્મહત્યા કરશે પરંતુ તેમણે ચૂપચાપ ખેતરમાં જઈને કર્યું. અમને વહીવટીતંત્ર તરફથી કોઈ મદદ મળી નથી. અહીં બીડીઓ કે કલેક્ટર સહિત કોઈ આવ્યું નથી.
Yavatmal, Maharashtra | We had a debt of about 12 lakhs, our crop was destroyed due to heavy rains. We never thought our father will commit suicide but he quietly went to farm & did it. We didn't get any help from admn. No one including BDO or Collector visited us: a local https://t.co/tGdXbqi04C pic.twitter.com/upmluqqFY0
— ANI (@ANI) September 13, 2022
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.