બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / આર્યન ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ લારીસાનો પાર્ટીમાં જલવો, બહેન સુહાનાની ચમક પડી ફિક્કી
Last Updated: 10:50 AM, 5 August 2024
બોલિવૂડનો કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન કોઈને કોઈ કારણોસર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય રહે છે. આટલું જ નહીં આજકાલ કિંગ ખાનની સાથે તેના બાળકો આર્યન ખાન અને સુહાના ખાન પણ લાઈમલાઈટમાં રહે છે. ક્યારેક સુહાના ખાન મિત્રો સાથે જોવા મળે છે તો ક્યારેક આર્યન ખાન પાર્ટી કરતો જોવા મળે છે. હાલમાં જ મુંબઈમાં આયોજિત એક ઈવેન્ટમાં આર્યન ખાન અને સુહાના ખાન સાથે જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
આર્યન ખાન અને સુહાના ખાન હાલમાં જ મુંબઈમાં એક પાર્ટીમાં સામેલ થયા હતા અને આ પાર્ટીમાં આર્યનની કથિત ગર્લફ્રેન્ડ લારિસા પણ જોવા મળી હતી. જેના ઘણા વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સામે આવેલા આ વીડિયોમાં આર્યન અને સુહાના એકસાથે પાર્ટીમાં આવતા જોવા મળે છે, જ્યારે લારિસા બાદમાં એકલી એન્ટ્રી કરે છે.
આ ત્રણેયનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં આર્યન ડેનિમ જેકેટ સાથે બ્લેક ટી-શર્ટ પહેરલ નજર આવ્યો તો બીજી તરફ, સુહાના બ્લેક બોડી-હગિંગ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ દરમિયાન લેરિસા બ્લેક શોર્ટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
પહેલા આર્યન ખાન અને સુહાના બંને આ પાર્ટીમાં પહોંચ્યા હતા અને એ બાદ લારિસા એકલી બ્લેક ડ્રેસ પહેરીને પાર્ટીમાં પહોંચી હતી. જાણીતું છે કે આ પહેલા પણ આર્યન અને લારિસા એક કોન્સર્ટમાં સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા.
બંનેમાંથી કોઈએ હજુ સુધી આ સંબંધની પુષ્ટિ કરી નથી. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, આર્યનએ તાજેતરમાં સિરીઝનું શૂટિંગ પૂરું કર્યું છે જેના દ્વારા તે દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.