ફાઇનલી /
VIDEO: આર્યન ખાન આઝાદ: 27 દિવસે જેલમાંથી છૂટકારો, મન્નતની બહાર ચાહકોની ભીડ
Team VTV11:02 AM, 30 Oct 21
| Updated: 11:20 AM, 30 Oct 21
શાહરૂખનો દિકરો આર્યન ખાન છેલ્લા 27 દિવસથી જેલમાં હતો. ઘણીવાર તેના જામીનની અરજીને ફગાવી દેવામાં આવી હતી પરંતુ 28 તારીખે તેને જામીન મળી ગયા હતા.
જેેલમાંથી બહાર આવ્યો આર્યન ખાન
25 દિવસે મળ્યા આર્યનને જામીન
ગૌરી ખાન સમાચાર સાંભળીને રડી પડી હતી
આર્યન આવ્યો જેલમાંથી બહાર
છેલ્લા ઘણા સમયથી લોકો અટકળો લગાવી રહ્યાં હતા કે આર્યન ખાનને જામીન મળશે કે નહી પરંતુ આર્યનને 28 ઓક્ટોબરે જામીન મળ્યા અને આજે રિલીઝ ઓર્ડર આપીને આર્યનને જેલમાંથી બહાર કઢાયો છે. આર્યન જ્યારે જેલમાંથી બહાર આવ્યો તો તેની આસપાસ લોકોની ભારે ભીડ જામી હતી.
Aryan Khan walks out of Mumbai's Arthur Road Jail few weeks after being arrested in drugs-on-cruise case pic.twitter.com/tdYosUZ2nP
ફસડાઇ પડી હતી ગૌરી ખાન
પરિવારથી જોડાયેલા એક મિત્રએ જણાવ્યું કે, શાહરૂખને સલમાન, અક્ષય, સુનીલ દરેકે કોલ કર્યો હતો. ગૌરીને પણ પોતાની મિત્ર મહીપ કપૂર અને સીમા ખાને કોલ કર્યો હતો. જ્યારે તેને જામીન મળવાના સમાચાર મળ્યા તો ગૌરી જમીન પર ફસડાઇ પડી હતી. ગોઠણ પર બેસીને બે હાથ જોડીને પ્રાર્થના કરતી જોવા મળી હતી. તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. સુહાના ખાને પણ આર્યનના UK USના મિત્રોને ફોન કરીને તેમના સપોર્ટ માટે આભાર માન્યો હતો.
મુંબઈ હાઈકોર્ટે આજે ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના છોકરા આર્યન ખાનને જામીન આપી દીધા છે. ગત 2 ઓક્ટોબરના રોજ રેવ પાર્ટીમાં એનસીબીએ તેની ધરપકડ કરી હતી. ત્યારબાદથી તેના જામીન માટે શાહરૂખ ખાન મથ્યો હતો. જોકે હવે તેને જામીન મળી ગયા છે. પરંતુ જામીન મળ્યા બાદ પણ આર્યન ખાને કોર્ટની 5 શરતોનું પાલન કરવું પડશે.
કઈ-કઈ શરતોનું પાલન કરવું પડશે
આર્યન ખાનને તેનો પાસપોર્ટ સ્પેશ્યલ કોર્ટમાં જમા કરાવવો પડશે.
તે સાક્ષીઓને ઉકસાવી નહી શકે સાથેજ પુરાવાઓ સાથે પણ તે કોઈ છેડછાડ નહી કરી શકે.
આર્યન તેની સાથે ઝડપાયેલા અન્ય આરોપીઓ સાથે કોઈ પણ સંજોગોમાં વાત નહી કરી શકે.