બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / કોણ છે આ ધનવાન ક્રિકેટર? જેની સામે કોહલી પણ પાણી ભરે! જે 70000 કરોડનો છે માલિક
Last Updated: 12:14 PM, 4 December 2024
વાત કરીએ ક્રિકેટરની તો તે તેમની ભવ્ય લાઈફ સ્ટાઈલ અને સ્ટાઈલીશ લૂકના લીધે ચર્ચામાં રહેતા હોય છે. તો એક એવો ક્રિકેટર છે જેણે માત્ર 22 વર્ષની ઉંમરમાં જ ક્રિકેટમાંથી સન્યાસ લઈ લીધો હતો અને તે વિરાટ કોહલી કરતાં પણ વધારે એટલે કે કુલ 70 હજાર કરોડ રૂપિયાનો આસામી છે, ચાલો જાણીએ કોણ છે આ બિલિયોનેર.
ADVERTISEMENT
બિરલા ગ્રુપનો છે વારસદાર
ADVERTISEMENT
જી વાત થઈ રહી છે આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમના દીકરા આર્યમાન બિરલાની. જેણે માત્ર 22 વર્ષની નાની ઉંમરમાં જ ક્રિકેટથી સન્યાસ લઈ લીધો હતો અને હાલ તેના પિતા સાથે બિઝનેસ સંભાળી રહ્યો છે તેમ છતાં તે તેની લેવિશ લાઈફ સ્ટાઈલ અને સ્ટાઈલના લીધે સમાચારમાં છવાયેલો છે. હાલ આર્યમાન 27 વર્ષનો થઈ ગયો છે અને તે માત્ર તેની લેવિશ લાઈફ સ્ટાઈલ જ નહીં પરંતુ સંપત્તિના મામલામાં પણ ક્રિકેટરો પર ભારે પડે છે.
બહેનો સાથે દેશી લૂકમાં
આર્યમાન તેના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર અવાર-નવાર તેની બહેનો અનન્યા બિરલા અને અદ્વૈતેશા બિરલા સાથે ફોટો શેર કરતો હોય છે. ત્રણેય ભાઈ બહેન કમાલ લાગી રહ્યા છે ત્યારે બ્લૂ કલરની જોધપુરી શેરવાનીમાં તે નજરે પડી રહ્યા છે જેના પર સિતારા લાગેલા છે તો સાથે તેમણે પ્લેન મેચિંગ કુર્તો પણ પહેર્યો છે તો મેચિંગ પેન્ટ્સ અને બ્રાઉન ફોર્મલ શૂઝમાં તેનો લુક સ્ટનિંગ લાગી રહ્યો છે. આ ફોટોમાં તે ખૂબ હેન્ડસમ લાગી રહ્યો છે.
ટકસિડોમાં લાગ્યો શાનદાર
વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટ સાથે વેલ્વેટ શાઈની કૉટ સ્ટાઈલ કાર્યો હતો. જેમાં તેમણે બ્લેક બૉ લગાવ્યું હતું. શાનદાર ફોર્મલ શૂઝ સાથે તેણે લૂકને કમ્પ્લીટ કર્યો હતો. તેની સાથે નાની બહેન અદ્વૈતેશા રેડ અને બ્લેક સિક્વન્સ ડ્રેસમાં જોવા મળી હતી.
વધુ વાંચો: કોણ છે આ ખેલાડી? જેની ગ્રીન કેપની 2,63,00,000માં થઈ હરાજી, ઓક્શનમાં રેકોર્ડ સર્જ્યો
સૂટ-બુટમાં લાગ્યો કમાલ
આર્યમાન મોટા ભાગે સૂટ-બુટમાં નજર આવે છે. જેમાં તેનો અંદાજ જોવા જેવો હોય છે. આ ફોટોમાં તે લાઇટ બ્લૂ કલરના બ્લેઝર અને મેચિંગ પેન્ટ સાથે લાઈનીંગ વાળું શર્ટ અને વ્હાઇટ શૂઝ સાથે તેનો લુક કમ્પ્લીટ કાર્યો હતો, જેમાં તે કોઈ ફિલ્મી હિરો જેવા લાગી રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.