બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'તારે જે કરવું હોય એ કર... તને છોડીશ નહીં' અરવિંદ રૈયાણીનો ધમકી આપતો ઓડિયો વાયરલ
Last Updated: 08:50 PM, 23 June 2024
રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી અરવિંદ રૈયાણીનો ધમકી આપતો ઓડિયો વાયરલ થયો છે. નાણાની ઉઘરાણીના કથિત હિસાબોને લઈ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં 70 લાખ શું 70 કરોડ વાપરીશ તારી ભઠ્ઠી બંધ કરી નાખીશ તેવી ધમકી પણ આપી રહ્યાં છે
ADVERTISEMENT
પૂર્વમંત્રીનો ધમકી ભર્યો ઓડિયો વાયરલ
ADVERTISEMENT
પાપ્ત વિગતો મુજબ સ્મિત સખીયા અને રવિ વેકરીયા નામના લોકોને ધમકી આપી રહ્યાં છે. બંને વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જે અરજીમાં પોલીસ કોન્સ્ટેબલ મહેશ મંઢ, પૂર્વમંત્રી અરવિંદ રૈયાણી, PSI ગઢવીના નામનો ઉલ્લેખ કરાયો છે, પૂર્વમંત્રીનો ધમકી ભર્યો ઓડિયો વાયરલ થતાં હવાલા શરૂ કર્યાની ચર્ચા ઉઠી છે.
આ પણ વાંચો: જવાહર ચાવડાનો વધુ એક વીડિયો જાહેર, મનસુખ માંડવિયાને ઉદ્દેશીને આપ્યો જવાબ
ઓડિયોમાં શુ વાત કરે છે ?
અરવિંદ રૈયાણી: આ પટેલ સમાજના છોકરાઓ જુઓ શું કરે છે
અરવિંદ રૈયાણી: પોલીસ કમિશનર છે નહિ ગાંધીનગર ગયા છે મે ફરિયાદ કરી છે
સ્મિત સખીયા: હા હા
અરવિંદ રૈયાણી: એને તો હું જોઈ લઈશ હાં એની ભઠ્ઠી ખરાબ કરી નાખીશ એની દુકાને ગયો હતો હું ખાલી
સ્મિત સખીયા: જો આમા અમારે બધી જ જગ્યા સંબંધ છે આમા મારો કોઈ હાથ નથી
અરવિંદ રૈયાણી: તુ એવું બધુ ના કે ગમે ત્યાંથી શોધી કાઢીશ એને 70 લાખ શું 70 કરોડ વાપરીશ તું જોઈ લેજે તારે જે કરવું હોય એ કર તને છોડીશ નહીં
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દેવ દર્શન / તાપીમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય, દ્રોણાચાર્યએ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.