બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતાએ સંભવ જૈન સાથે કર્યા લગ્ન, 20 એપ્રીલે રિસેપ્શનનું આયોજન

અવસર / અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતાએ સંભવ જૈન સાથે કર્યા લગ્ન, 20 એપ્રીલે રિસેપ્શનનું આયોજન

Last Updated: 07:29 PM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલ શુક્રવારે લગ્નગ્રંથિથી બંધાઇ ગઇ હતી. હર્ષિતાએ દિલ્હીના કપૂરથલા હાઉસમાં શક્ય જૈન સાથે સાત ફેરા ફર્યા હતા.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલ આજે લગ્નગ્રંથિથી બંધાઇ ગઇ છે. તેણે દિલ્હીના કપૂરથલા હાઉસમાં સંભવ જૈન સાથે 7 ફેરા લીધા હતા. હવે હર્ષિતા અને સંભવ જૈનનું રિસેપ્શન 20 એપ્રિલે યોજાશે. બંનેએ IIT માં સાથે અભ્યાસ કર્યો છે.

હર્ષિતા કેજરીવાલ અને સંભવ જૈન સાથે લગ્ન

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલ શુક્રવારે લગ્નગ્રંથિથી બંધાઇ ગઇ હતી. હર્ષિતાએ દિલ્હીના કપૂરથલા હાઉસમાં સંભવ જૈન સાથે સાત ફેરા ફર્યા હતા. આ અગાઉ 17 એપ્રિલે દિલ્હીની શાંગરી-લા હોટેલમાં મહેંદી અને અન્ય ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. તેમાં ફક્ત મર્યાદિત લોકોને જ આમંત્રીત કરવામાં આવ્યા હતા. જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાજર રહ્યા હતા.

20 એપ્રીલે રિસેપ્શનનું આયોજન

હર્ષિતા કેજરીવાલ અને સંભવ જૈનના લગ્ન બાદ હવે રિસેપ્શન કાર્યક્રમ 20 એપ્રિલે યોજાશે. બંનેએ IIT માં સાથે અભ્યાસ કર્યો છે. સંભવ જૈન અને હર્ષિતાએ થોડા મહિના અગાઉ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. લગ્ન પહેલા, શાંગરી-લા હોટેલમાં મહેંદી અને અન્ય વિધિઓ દરમિયાન, અરવિંદ કેજરીવાલે તેમની પત્ની સુનીતા કેજરીવાલ સાથે ડાન્સ પણ કર્યો હતો.

ભગવંત માન પણ તેમની પત્ની સાથે ડાન્સ કર્યો

માન અને તેમના પત્નીના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કેજરીવાલ તેમની પત્ની સાથે ડાન્સ કરતા હોય તેવો વીડિયો પણ જોઈ શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલને બે બાળકો છે. દીકરાનું નામ પુલકિત અને દીકરીનું નામ હર્ષિતા છે.

હર્ષિતા કેજરીવાલ વિશે ખાસ વાતો

અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતાએ નોઈડાની દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. 2014 માં તેણે IIT-JEE એડવાન્સ્ડ પરીક્ષામાં 3322 મો ક્રમ મેળવ્યો અને IIT દિલ્હીમાંથી કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આ દરમિયાન તે પોતાના ડિપાર્ટમેન્ટમાં ત્રીજા નંબરે રહી હતી. અભ્યાસ દરમિયાન તેને અનેક મોટી કંપનીઓ તરફથી નોકરીની ઓફર મળી હતી.

હર્ષિતાએ પિતા માટે કર્યો હતો પ્રચાર

અભ્યાસ પૂર્ણ કર્યા પછી, હર્ષિતાએ ગુરુગ્રામની એક કંપનીમાં એસોસિયેટ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું. તે બેસિલ હેલ્થ કંપનીના સહ-સ્થાપક છે. પોતાના કામની સાથે સાથે, હર્ષિતા રાજકારણમાં પણ તેના પિતા સાથે ખભે ખભો મિલાવીને ચાલતી જોવા મળી છે. તેમણે પક્ષના ચૂંટણી પ્રચારમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેણે 2020 ની વિધાનસભા ચૂંટણીમાં તેમના પિતા અને પાર્ટી માટે પ્રચાર કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

arvind-kejriwal-daughter-marriage harshita-kejriwal-wedding who is sambhav-jain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ