પાકિસ્તાનના પ્રધાન ચૌધરી ફવાદ હુસેને ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે દિલ્હીની જનતાએ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની પાર્ટી ભાજપને હરાવવી જોઈએ. આના ઉપર દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે PMનો બચાવ કર્યો હતો.
રાજધાની દિલ્હીમાં યોજાનારી 2020 ની વિધાનસભાની ચૂંટણીની ચર્ચા ફક્ત ભારતમાં જ નથી પરંતુ પડોશી દેશ પાકિસ્તાન પણ આ ચૂંટણી પર નજર રાખી રહ્યું છે. આ દરમિયાન શુક્રવારે આ ચૂંટણીઓની નિવેદનબાજીમાં પડોશી પાકિસ્તાનના પ્રધાન પણ કૂદી પડ્યા હતા. પાકિસ્તાન દ્વારા ભારતીય જનતા પાર્ટીને હરાવવા માંગ કરવામાં આવી હતી.
પાકિસ્તાનના સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી ચૌધરી ફવાદ હુસેન
પાકિસ્તાનના સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી ચૌધરી ફવાદ હુસેને મોદીને હરાવવાની વાત કરી હતી અને ટ્વિટ કર્યું હતું. હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને પીએમ મોદીનો બચાવ કર્યો છે. તમને જણાવી દઇએ કે આ પહેલા પણ ફવાદ અનેક વખત વિવાદિત નિવેદનો આપી ચુક્યા છે.
કેજરીવાલે કર્યો PM મોદીનો બચાવ
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ
કેજરીવાલે ટ્વીટ કરીને PM મોદીનો બચાવ કર્યો કે દિલ્હીની ચૂંટણી ભારતની આંતરિક બાબત છે. તેમણે ટ્વીટ કર્યું, 'નરેન્દ્ર મોદીજી ભારતના વડા પ્રધાન છે. તે મારા પણ વડા પ્રધાન છે. દિલ્હીની ચૂંટણી ભારતનો આંતરિક મુદ્દો છે અને અમે આતંકવાદના સૌથી મોટા પ્રાયોજકોની દખલગિરી સહન કરતા નથી. પાકિસ્તાન ગમે તેટલો પ્રયાસ કરી લે તે આ દેશની એકતા પર હુમલો કરી શકે નહીં.
नरेंद्र मोदी जी भारत के प्रधानमंत्री है। मेरे भी प्रधानमंत्री है। दिल्ली का चुनाव भारत का आंतरिक मसला है और हमें आतंकवाद के सबसे बड़े प्रायोजकों का हस्तक्षेप बर्दाश्त नहीं। पाकिस्तान जितनी कोशिश कर ले, इस देश की एकता पर प्रहार नहीं कर सकता। https://t.co/E2Rl65nWSK
ગુરુવારે ફવાદે ટ્વિટ કર્યું હતું કે ભારતમાં મોદીને પરાજિત કરવા જોઈએ. તેમણે લખ્યું, 'ભારતના લોકોએ મોદીને હરાવવા જોઈએ. તે હાલમાં અલગ અલગ રાજ્યોની ચૂંટણી હારી જવાથી દબાણમાં આવીને ઉલ્ટા સીધા દાવા કરી રહ્યા છે અને લોકોને ડરાવી રહ્યો છે. કાશ્મીર, નાગરિકતા સુધારા અધિનિયમ અને કથળતા અર્થતંત્ર અંગે દેશ અને દુનિયાની પ્રતિક્રિયા પછી તેમણે પોતાનું માનસિક સંતુલન ગુમાવ્યું છે. ફવાદે આ ટ્વિટ મોદીના ભાષણ પર કર્યું હતું.