બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / 12 વાગ્યે થશે દિલ્હીના નવા CMનું એલાન, આવશે CMના નામ પર સસ્પેન્સનો અંત

BIG NEWS / 12 વાગ્યે થશે દિલ્હીના નવા CMનું એલાન, આવશે CMના નામ પર સસ્પેન્સનો અંત

Last Updated: 10:32 AM, 17 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arvind Kejriwal Resignation Latest News : આજે બપોરે 12 વાગ્યા સુધીમાં દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થઈ શકે તો અરવિંદ કેજરીવાલ સાંજે 4.30 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળશે અને આ દરમિયાન તેઓ રાજીનામું આપે તેવી શક્યતા

Arvind Kejriwal Resignation : દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં 15 સપ્ટેમ્બરે અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ પછી આજે વિધાયક દળની બેઠક થશે, જેમાં દિલ્હીના આગામી CM કોણ હશે તે નક્કી કરવામાં આવશે. આજે નક્કી થશે કે આગામી વિધાનસભા ચૂંટણી સુધી દિલ્હીના સીએમની ખુરશી પર કોણ બેસશે? જોકે હવે મોટી અપડેટ સામે આવી છે કે, આજે બપોરે 12 વાગ્યા સુધીમાં દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવી શકે છે. આ સાથે એક સમાચાર એવા પણ છે કે, અરવિંદ કેજરીવાલ સાંજે 4.30 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળશે અને આ દરમિયાન તેઓ રાજીનામું આપે તેવી શક્યતા છે.

આ પહેલા સોમવારે (16 સપ્ટેમ્બર) સીએમ આવાસ પર પીએસીની બેઠક યોજાઈ હતી, જેમાં મનીષ સિસોદિયા, રાઘવ ચઢ્ઢા, આતિશી સહિત ઘણા મોટા નેતાઓએ હાજરી આપી હતી. તે બેઠકમાં પણ સંભવિત નામો અંગે ચર્ચા કરવામાં આવી હતી, જે આજે વિધાનસભા પક્ષની બેઠકમાં રજૂ કરવામાં આવશે. આતિશી, સૌરભ ભારદ્વાજ અને કૈલાશ ગેહલોત સીએમની રેસમાં છે. રાજીનામાની જાહેરાત કરતી વખતે અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, જો લોકો તેમને ઈમાનદાર માનશે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ તેમને બહુમતી આપશે. આ પછી જ તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર પાછા ફરશે.

કેજરીવાલે PM મોદીને પાઠવી શુભકામના

અવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત બાદ દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને આગામી 24 કલાકમાં નવા મુખ્યમંત્રીની જાહેરાત થવાની છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે પોસ્ટમાં લખ્યું,માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ. હું તમને લાંબા અને સ્વસ્થ જીવનની કામના કરું છું.

હું રેસમાં નથી : આપ નેતા સૌરભ ભારદ્વાજ

દિલ્હીમાં AAP સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું, અમારા એક સાથી મુખ્યમંત્રી બનશે. તે ધારાસભ્ય બની શકે છે, તે મંત્રી બની શકે છે. મુખ્યમંત્રીના પદ પર કોણ બેસશે તે અંગે કોઈ પ્રશ્ન નથી. અમે ઇચ્છીએ છીએ કે જલદી ચૂંટણી થાય, મારા નામ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે પરંતુ હું રેસમાં નથી.

ભાજપ નેતાએ શું કહ્યુ ?

દિલ્હી બીજેપી નેતા હરીશ ખુરાનાએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે, "આજે આમ આદમી પાર્ટી દિલ્હીને ડમી સીએમ આપવા જઈ રહી છે. ચહેરો કોઈ બીજો હશે, પરંતુ સીએમ અરવિંદ કેજરીવાલ બનવા જઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીને મળશે. લોકસભા ચૂંટણીમાં જવાબ તમે ગમે તેટલી કોશિશ કરો, દિલ્હીના લોકો તમને જીતાડવાના નથી.

આજે 12 વાગ્યે નવા CMની જાહેરાત

દિલ્હીના નવા મુખ્યમંત્રીની જાહેરાતને લઈને એક નવું અપડેટ સામે આવી રહ્યું છે. સવારે 11.30 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક બાદ બપોરે 12.00 વાગ્યા સુધીમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.

વધુ વાંચો : આર્ટિકલ 370, નોટબંધી..., જુઓ આ છે PM મોદીના એવાં 11 સાહસિક નિર્ણયો, જેને દેશની દિશા બદલી નાખી

તો આ કારણે અરવિંદ કેજરીવાલે જેલમાં રાજીનામું ન આપ્યું ?

આ પ્રશ્નનો જવાબ આપતા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ ભાજપનો ઈરાદો દિલ્હીમાં સત્તા પલટી નાખવાનો હતો. હેમંત સોરેનના રાજીનામા બાદ ઝારખંડમાં પણ આવો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો તે દિલ્હીમાં આ પ્રયોગમાં સફળ થયો હોત તો તેણે મમતા બેનર્જી, એમ કે સ્ટાલિન અને ભગવંત માન સાથે પણ આવું જ કર્યું હોત. આવું ન થવું જોઈએ અને લોકશાહી બચાવી શકાય, એટલા માટે અરવિંદ કેજરીવાલે જેલમાંથી રાજીનામું આપ્યું નથી. અરવિંદ કેજરીવાલ સાંજે 4.30 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળશે અને આ દરમિયાન તેઓ રાજીનામું આપે તેવી શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Arvind Kejriwal Resignation Delhi Cm Arvind Kejriwal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ