બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / છેલ્લો આશરો ! સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં અરવિંદ કેજરીવાલ, જામીન માટે અરજી કરી

દારુ કૌભાંડ / છેલ્લો આશરો ! સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં અરવિંદ કેજરીવાલ, જામીન માટે અરજી કરી

Last Updated: 06:39 PM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઈકોર્ટના સ્ટે બાદ જામીન માટે અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે હાઈકોર્ટના જામીન પરના સ્ટે સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. દારૂ કૌભાંડના આરોપી અરવિંદ કેજરીવાલે જામીન પર સ્ટે આવ્યા બાદ સુપ્રીમમાં અરજી કરીને 24 જુનને સવારમાં પોતાની અરજી પર સુનાવણી કરવાની વિનંતી કરી છે.

જામીન અરજીમાં શું કહેવાયું

કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 'જામીનના આદેશ પર સ્ટે મૂકવાની હાઈકોર્ટની પદ્ધતિ કોર્ટ દ્વારા નિર્ધારિત કાયદાના સ્પષ્ટ આદેશની વિરુદ્ધ છે અને તે મૂળભૂત મૂળભૂત મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે. માત્ર હકીકત એ છે કે અરજદાર રાજકીય વ્યક્તિ છે અને કેન્દ્રમાં સત્તામાં રહેલી વર્તમાન સરકારના વિરોધી છે તેની સામે ખોટો કેસ કરવા માટેનું કારણ બની શકે નહીં. આ ઉપરાંત, અરજદારને કાયદાકીય પ્રક્રિયાથી વંચિત રાખવાનો આધાર હોઈ શકે નહીં.

વધુ વાંચો : દુષ્કર્મ કરવા અપહરણ કરીને બાળકીને વસ્ત્રાપુર તળાવ પાસે લાવ્યો, કૂતરા ભસતાં મૂકીને ભાગ્યો

દિલ્હી હાઈકોર્ટે જામીન પર લગાવ્યો હતો સ્ટે

દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં કથિત મની લોન્ડ્રિંગ કેસમાં તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં જ રહેશે. દિલ્હીની નીચલી કોર્ટે ગઈકાલે તેમને જામીન આપી મોટી રાહત આપી હતી, જોકે આજે હાઈકોર્ટે તેમના જામીન પર રોક લગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી ટ્રાયલ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારબાદ હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે, જ્યાં સુધી આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી કેજરીવાલને જામીન આપવાનો રાઉઝ એવન્યુ કોર્ટનો આદેશ રદ રહેશે. આ સાથે હાઈકોર્ટે ઈડીની અરજી પરનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, ઈડીની અરજી અંગે બેથી ત્રણ દિવસમાં નિર્ણય સંભળાવાશે. હાઈકોર્ટે વકીલને સોમવાર સુધીમાં દલીલો દાખલ કરવા કહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Delhi excise policy case Arvind Kejriwal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ