બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:51 PM, 6 February 2025
8મીએ દિલ્હી વિધાનસભાનું ચૂંટણી પરિણામ જાહેર થવાનું છે. મતદાન બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલ્સમાં ભાજપને સ્પસ્ટ બહુમતીના અનુમાન બાદ પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે એક મોટો દાવો કર્યો છે. કેજરીવાલે કહ્યું કે કેટલીક પાર્ટીઓ કહી રહી છે ભાજપને 55 બેઠકો આવશે, છેલ્લા 2 કલાકમાં અમારા 16 ઉમેદવારો પાસે ફોન આવ્યાં કે આમ આદમી પાર્ટી છોડી દઈને અમારી સાથે જોડાવ 15-15 કરોડ સાથે મંત્રી બનાવી દઈશું. જો ભાજપ 55થી વધુ બેઠકો જીતતું હોય તો તેણે અમારા ઉમેદવારોને કરોડોની લાંચ આપવાની શું જરુર?
ADVERTISEMENT
कुछ एजेंसीज दिखा रही हैं कि गाली गलौज पार्टी की 55 से ज़्यादा सीट आ रही हैं।
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 6, 2025
पिछले दो घंटे में हमारे 16 उम्मीदवारों के पास फ़ोन आ गए हैं कि “आप” छोड़ के उनकी पार्टी में आ जाओ, मंत्री बना देंगे और हरेक को 15-15 करोड़ देंगे।
अगर इनकी पार्टी की 55 से ज़्यादा सीटें आ रहीं हैं तो…
એક્ઝિટ પોલ્સમાં શું
ADVERTISEMENT
2025ની ચૂંટણીના એક્ઝિટ પોલ્સમાં આમ આદમી પાર્ટીને મોટાભાગના પોલ્સમાં 36-40 બેઠકો તો ભાજપને પણ તેટલી જ 39-44 બેઠકોનું અનુમાન વ્યક્ત કરાયું છે. દિલ્હીની અગાઉની બે ચૂંટણી 2020 અને 2015માં એક્ઝિટ પોલ્સમાં આમ આદમી પાર્ટી માટે આરામ જીતની આગાહી કરવામાં આવી હતી. 2015માં એક્ઝિટ પોલ્સમાં આમ આદમી પાર્ટીને 42 બેઠકોનું અનુમાન કરાયું હતું પરંતુ વાસ્તવિક રિઝલ્ટમાં 67 મળી એ જ રીતે 2020માં 56 બેઠકોના અનુમાનમાં 62 મળી હતી.
આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મુકાબલો
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છે. આમ આદમી પાર્ટીએ સત્તા જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કર્યા છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસે પુનરાગમન માટે શક્ય તેટલા પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત, બસપા અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ પણ ઘણી બેઠકો પર સ્પર્ધાને રસપ્રદ બનાવી છે. આ ચૂંટણીમાં, સમગ્ર દિલ્હીમાં કોઈ એક પક્ષની લહેર નથી, બલ્કે દરેક બેઠક પર પોતાનો મુકાબલો છે.
દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો
દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો છે. દિલ્હીમાં, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તમામ 70 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે ભાજપ 68 બેઠકો પર પોતાનું નસીબ અજમાવી રહ્યું છે. ભાજપે તેના સાથી પક્ષો માટે બે બેઠકો છોડી હતી, જેમાં દેવલી બેઠક પરથી એલજેપી અને બુરારી બેઠક પરથી જેડીયુ ચૂંટણી લડી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.