બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / arvalli and jafrabad mithapur students studying at life risk

બેદરકારી / રસ્તો પસાર કરવા તોડી પડાઇ સ્કૂલની દિવાલ, ભયના ઓથાર નીચે ભણે છે ભાવિ

vtvAdmin

Last Updated: 10:08 PM, 6 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોડ, રસ્તા અને હાઈવે આમતો મુસાફરોને મંજિલે પહોંચાડવાનું કામ કરતાં હોય છે પરંતુ ક્યારે ક આ રોડ જ વ્યવસ્થાના અભાવે ગતિ રુંધનારા બની જતાં હોય છે. જાફરાબાદ તાલુકાની મીઠાપુર શાળા પાસેથી પસાર થતાં હાઈવેએ કંઈક આવી જ હાલત શાળાના વિદ્યાર્થીઓની કરી છે.

ઉલ્લેખનીય છે કે, હાઈવે ઓથોરિટીએ માર્ગ વિસ્તરણ કરવા માટે સ્કૂલ પરીસરની દિવાલ અને કેટલાક ક્લાસરૂમ તોડી નાખ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓ સગવડના અભાવ અને ભયના ભાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જોઈએ આ અહેવાલ.  

આપને જણાવી દઇએ કે, વિકાસને ગતિ આપવા માટે નિર્માણ પામી રહેલા રાજમાર્ગો હાલ તો વિદ્યાર્થીઓ માટે ભયજનક બની રહ્યા છે. જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામની સરકારી શાળા પાસે નિર્માણ પામનારા રાજમાર્ગની છે. અહીં રાજમાર્ગ નિર્માણ માટે પ્રાથમિક શાળાના ઓરડાઓ અને સ્કૂલ પરિસરનું કંપાઉન્ડ તોડી પડાયું છે. સ્કૂલ પરિસરની દિવાલ તોડી પડાતાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પડકાર ઉભો થયો છે. 

જયારે બીજી તરફ અરવલ્લી જિલ્લામાં ખારી પ્રાથમિક શાળા આવી છે. શાળા પાસેથી જ પસાર થતા નેશનલ હાઈવેના છ માર્ગીય વિસ્તૃતીકરણનું કામ ચાલે છે જેના કારણે શાળાનો કંપાઉન્ડ વોલ અને અને કેટલાક ઓરડા તોડી નાખવામાં આવ્યા છે. શાળાનો કંપાઉન્ડ વોલ તોડી નાંખવામાં આવતા કોઈ પણ વાહન ખુલ્લામાં રમતા બાળકો સાથે અકસ્માત સર્જી શકે છે. જેના કારણે શાળાએ આવતા બાળકોના વાલીઓને પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતા સતાવી રહી છે. કેમકે, વિકાસની આડમાં શિક્ષણ આડે અવ્યવસ્થા સર્જનારા તંત્રમાંથી આ બાબતે જવાબ દેવા કોઈ તૈયાર નથી.  

વિકાસની ગતિને વેગ આપવા રાજમાર્ગો જરૂરી છે. પરંતુ આ રાજમાર્ગોના નવીનીકરણ વખતે વિદ્યાર્થીઓનો શૈક્ષણિક વિકાસ ન રુંધાઈ જાય તે જોવાની જવાબદારી પણ તંત્રના વ્યવસ્થાપકોની છે. પરંતુ અહીં ઊલટું ચિત્ર જોવા મળે છે. જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામની સરકારી શાળા પરિસર પાસેથી જ નવો હાઈવે પસાર થઇ રહ્યો છે. જેના કારણે મીઠાપુર સરકારી શાળાને ખાસું નુકસાન પહોચ્યુ છે. રાજમાર્ગ વિસ્તૃતિકરણ માટે શાળાના પાંચ  ઓરડા, ટોઇલેટ અને કંપાઉન્ડવોલ તોડી પાડવામાં આવ્યા છે. 

જેના કારણે બાળકો સાથે કોઈપણ વાહનનો  અકસ્માત સર્જાવાનો ભય સતત ઝળુંબતો રહે છે. શાળામાં આવતી વખતે. શાળાના રિસેશ સમય દરમિયાન, અને રમતગમતના સમયે બાળકો સતત ભયના ઓથાર નીચે  જીવી રહ્યા છે. એટલું જ નહીં વર્ગખંડો તોડી પાડવામાં આવતાં એક ખંડમાં બે ક્લાસના બાળકોને સાથે બેસાડવા પડે છે. જેના કારણે તેમના શિક્ષણકાર્ય પર માઠી અસર પડી  રહી છે. આ બાબતે શાળાતંત્ર દ્વારા હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમના તરફથી હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.  

શાળામાં ગયા બાદ બાળકોની સુરક્ષાની જવાબદારી શિક્ષણતંત્ર અને સરકારની બને છે. હાઈવે નજીકની શાળાની આ ખુલ્લી હાલતમાં સંતાનોને લઈને વાલીઓમાં ચિંતા રહે તે સ્વાભાવિક છે. પરંતુ વાલીઓ શાળામાંથી પોતાના સંતાનોને ડ્રોપ કરવા મજબૂર થઈ જાય તેટલી હદે તંત્રની ઢીલીનીતિ યોગ્ય નથી. સરકારે ભાર વિનાના ભણતરના ઘણા  પ્રયાસો કર્યા છે. ત્યારે હવે આવી અનેક સ્કૂલોમાં ભય વિનાના ભણતર માટે પણ પ્રયાસ કરવા પડશે. . 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ