Team VTV08:51 AM, 10 Jan 21
| Updated: 11:01 AM, 10 Jan 21
અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર કરવામાં આવેલા 5000 હજારથી વધુ લાભાર્થીઓને મકાનની સહાયના બીજા અને ત્રીજા તબક્કાની રકમ નહી મળતા લાભાર્થીઓને હાલકી ભોગવી રહ્યાં છે. આ સાથે સરકાર સહાયની રકમ ચૂકવે તેવી માંગ કરી રહ્યાં છે.
ભિલોડામાં PM આવાસ યોજનાના મકાનોની સહાય નહીં ચૂકવાતા હાલાકી
તાલુકાના 5 હજારથી વધુ લાભાર્થીઓ સહાય વિના મુશ્કેલીમાં મુકાયા
લાભાર્થીઓને માત્ર પ્રથમ હપ્તાની ૩૦ હજાર સહાય જ ચૂકવાઇ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં PM આવાસ યોજનાના 5 હજારથી વધારે લાભાર્થીઓને સહાય ન મળતા લાભાર્થીઓને હાલાકી પડી રહી છે. બીજા અને ત્રીજા તબક્કાની સહાયની રકમ ન મળતા લાભાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
PM આવાસ યોજના અતર્ગત 5185થી વધારે લાભાર્થીઓના મકાનોના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. ઘર વિહોણા લાભાર્થીઓને પાકુ ઘર મળતા લાભાર્થીઓએ મકાન બનાવવાનું કામ શરૂ કર્યું હતું. મકાનનું કામ ચાલુ કરવામાં આવ્યા બાદ લાભાર્થીઓને મકાન સહાયનો પહેલો 30 હજારનો હપ્તો ચૂકવી દેવામાં આવ્યો હતો.
પરંતુ ત્યાર બાદના 50 હજાર અને 40 હજારના બે હપ્તાની રકમ છેલ્લા નવ મહિનાથી વધુ સમયથી ચુકવાયા નથી. જેથી લાભાર્થીઓની હાલત કફોડી બની છે. સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી સરકારમાંથી આ માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી.જેથી આ લાભાર્થીઓને હપ્તા ચૂકવી શક્યા નથી. જો કે આ લોકોને ગ્રાન્ટ આવતા ચૂકવાઇ જશે.
ભીલોડા તાલુકામાં સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 5185થી વધારે લાભાર્થીઓના મકાનોના કામો મંજૂર કરવામાં આવ્યાં હતા. જેને લઇને ઘર વિહોણા લાભાર્થીઓને પાકુ ઘર મળતા કામ ચાલુ કર્યું હતું.
મકાનોનું કામ ચાલુ કરાયા બાદ લાભાર્થીઓને પહેલો 30 હજારનો હપ્તો ચુકવી દેવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ અન્ય 50 હજાર અને 40 હજાર એમ હપ્તાની રકમ છેલ્લા નવ મહિના કરતા વધુ સમયથી આજ દિન સુધી ચૂકવવામાં નહી આવતા લાભાર્થીઓની હાલત કફોડી બની છે.