કર્તવ્ય નિષ્ઠા / આ રાજ્યના CM 11 કલાક પગપાળા પહાડ- જંગલો ઓળંગી, 24 કિમી અંતર કાપી, માત્ર 10 ઘર ધરાવતા અંતરિયાળ ગામની મુલાકાતે પહોંચ્યા

arunachal pradesh cm pema khandu trekked 24 km distance for 11 hours to meet people of village

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ આ દિવસોમાં તવાંગ જિલ્લામાં પોતાના વિધાનસત્રા વિસ્તારમાં મુકટોના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે એક સુદુર ગામમાં લોકોની મુલાકાત કરી. તેઓ 11 કલાક 24 કિલોમીટર પગે ચાલીને આ ગામમાં પહોંચ્યા હતા. 41 વર્ષીય પેમા ખાડુ પહાડી રસ્તાઓ અને જંગલથી પસાર થતા તવાંગ જિલ્લાથી 97 કિમી દુર લુગુતાંગ ગામ પહોંચ્યા હતા. તેમણે આ વાતની જાણકારી ટ્વીટ પર આપી હતી અને તેમણે પોતાના સફરનો વીડિયો શેર કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ