BCCI વિદાય લઈ રહેલા ખજાનચી અને IPL ના અધ્યક્ષ અરુણ ધુમલે શુક્રવારે સૌરવ ગાંગુલીને બોર્ડ અધ્યક્ષ તરીકે બીજી ટર્મ ન આપવા અંગેની વાતો સ્પષ્ટ કહી.
સૌરવ ગાંગુલીને લઈને ચાલતા વિવાદ પર નિવેદન
આઈપીએલના અધ્યક્ષ અરુણ ધુમલે કરી સ્પષ્ટતા
કોઈએ એક શબ્દ પણ કહ્યો ન હતો- ધુમલે
બીસીસીઆઈના વિદાય લઈ રહેલા ખજાનચી અને આઈપીએલના અધ્યક્ષ અરુણ ધુમલે શુક્રવારે સૌરવ ગાંગુલીને બોર્ડ અધ્યક્ષ તરીકે બીજી ટર્મ ન આપવા અંગેની વાતો સ્પષ્ટ કરતા કહ્યું કે ભારતના પૂર્વ કેપ્ટન વિરુદ્ધ "કોઈએ એક શબ્દ પણ કહ્યો ન હતો".
રોજર બિન્ની લેશે ગાંગુલીની જગ્યા
બીસીસીઆઈના આગામી ટર્મ ઓફિસરના પદો માટે નામાંકન દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ 18 ઓક્ટોબરે બિનહરીફ ચૂંટાશે. વર્લ્ડ કપ વિજેતા રોજર બિન્ની પ્રમુખ તરીકે ગાંગુલીની જગ્યા લેશે જ્યારે જય શાહ સેક્રેટરી તરીકે ચાલુ રહેશે. રાજીવ શુક્લાને ઉપપ્રમુખ તરીકે બીજી ટર્મ મળશે. આશિષ શેલાર નવા ખજાનચી અને દેવજીત સૈકિયા નવા સંયુક્ત સચિવ બનશે. ધુમલે વાતચીતમાં કહ્યું કે, ગાંગુલી નોમિનેશન ફાઈલ થાય તે પહેલાના તમામ નિર્ણયોમાં સામેલ હતા. "સ્વતંત્ર ભારતમાં, બીસીસીઆઈમાં એવા કોઈ અધ્યક્ષ નથી કે જેણે ત્રણ વર્ષથી વધુ સમયથી આ પદ સંભાળ્યું હોય. દાદાને આ વાત કહેવામાં આવી હતી અથવા કેટલાક સભ્યો તેમની વિરુદ્ધ હતા તેવી મીડિયાની આ બધી અટકળો પાયાવિહોણી છે. ''
કોઈએ એક શબ્દ પણ ન કહ્યો
તેઓએ જણાવ્યું "એની વિરુદ્ધ કોઈ એક શબ્દ પણ ન બોલ્યું. બોર્ડના તમામ સભ્યો આખી ટીમથી ખુબ જ ખુશ અને સંતુષ્ટ હતા. કોવિડ-19ના પડકારો છતાં બીસીસીઆઇએ છેલ્લા ત્રણ વર્ષમાં જે પ્રકારે કામ કર્યું છે તેનાથી પણ સૌ કોઈ સંતુષ્ટ હતા. "દાદાની ભારતીય કેપ્ટન તરીકેની કારકિર્દી ખૂબ જ સારી રહી છે, તેઓ શ્રેષ્ઠ કેપ્ટનોમાંના એક હતા. એડમિનિસ્ટ્રેટર્સ તરીકે તેમણે આખી ટીમને સાથે લીધી હતી અને અમે એક યુનિટ તરીકે કામ કર્યું હતું. ''
રોજરને આપી તક
તેમણે એમ પણ કહ્યું કે જો ગાંગુલીએ આઈપીએલના અધ્યક્ષ પદનો સ્વીકાર કર્યો હોત તો કદાચ તે નવી ટીમનો હિસ્સો ન હોત. ગાંગુલીએ આ હોદ્દો સ્વીકાર્યો નહતો અને હવે આઇપીએલના આગામી ચેરમેન તરીકે બ્રજેશ પટેલના સ્થાને ધુમલ જવાબદારી સંભાળશે. "દાદા રોજર અને ઉમેદવારી નોંધાવવા ગયેલા બધાની સાથે હતા. બધી જ વાતો થઈ અને દાદા સાથે પણ વાત થઈ. તેમને આઈપીએલના અધ્યક્ષ પદની ઓફર કરવામાં આવી હતી. નહીંતર રોજરને તક મળેત નહી, તે 67 વર્ષનો છે (વયમર્યાદા 70 વર્ષ છે).''
બધાની વિચારધારા અલગ અલગ
તેમણે એમ પણ કહ્યું હતું કે ગાંગુલીના બહાર નીકળવા પાછળ કોઈ રાજકારણ નથી. "એમાં કોઈ સચ્ચાઈ નથી. લોકોની વિચારધારા જુદી જુદી હોઈ શકે છે કારણ કે આપણે લોકશાહીમાં જીવીએ છીએ. બીસીસીઆઇની વાત કરવામાં આવે તો દરેકનું ધ્યાન એ વાત પર હોય છે કે, ભારતીય ક્રિકેટને કેવી રીતે આગળ વધારી શકાય. ''