બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / જે સ્ટાર્ક-બૂમરાહ ન કરી શક્યા તે કમાલ અર્શદીપે કરી, ખાસ ક્લબમાં મારી એન્ટ્રી
Last Updated: 10:52 PM, 12 June 2024
ભારત-યુએસએ T20 વર્લ્ડ કપ મેચમાં આજે અર્શદીપ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અર્શદીપ સિંહે 4 વિકેટ ઝડપી હતી. ટોસ જીત્યા બાદ ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરવા આવી હતી અને અર્શદીપે પહેલી જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. એક પછી એક બે આંચકાઓને કારણે મેચમાં અમેરિકાની હાલત ખૂબ જ ખરાબ દેખાઈ રહી હતી, અર્શદીપે પણ T20 વર્લ્ડ કપમાં એક એવું કારનામું કર્યું જે અત્યાર સુધી જસપ્રિત બુમરાહ અને મિશેલ સ્ટાર્ક જેવા બોલર પણ કરી શક્યા નથી. જોકે, નામિબિયાના બોલરે આવું એક નહીં પરંતુ બે વખત કર્યું છે. અમે T20 વર્લ્ડમાં ઇનિંગ્સના પહેલા જ બોલ પર વિકેટ લેવાની વાત કરી રહ્યા છીએ.
ADVERTISEMENT
Arshdeep Singh takes two wickets in his first over as USA manage to score 18/2 in the Powerplay.#T20WorldCup | #USAvIND | 📝: https://t.co/1TgK1ONAtY pic.twitter.com/nWbh88RVjH
— T20 World Cup (@T20WorldCup) June 12, 2024
હાલમાં આ લિસ્ટમાં અર્શદીપ પહેલા માત્ર ત્રણ બોલર સામેલ હતા. અર્શદીપ આવું કરનાર ચોથો બોલર બન્યો છે. કોઈપણ મેચમાં ઈનિંગના પહેલા જ બોલ પર વિકેટ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજે અર્શદીપે પહેલા જ બોલ પર અમેરિકાને જોરદાર ઝટકો આપ્યો હતો. સૌથી પહેલા બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મશરફે મોર્તઝાએ 2014માં રમાયેલા T20 વર્લ્ડ કપ દરમિયાન પહેલા જ બોલ પર વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
New York 📍
— T20 World Cup (@T20WorldCup) June 12, 2024
Arshdeep Singh's scintillating four-wicket haul restricts USA to 110/8 at the halfway mark 👏#T20WorldCup | #USAvIND | 📝: https://t.co/rPLMUdjggq pic.twitter.com/8K6Jq13Gk7
આ મેચ અફઘાનિસ્તાન સામે રમાઈ હતી. આ જ ટૂર્નામેન્ટ દરમિયાન અફઘાનિસ્તાનના શાપૂર ઝદરાને હોંગકોંગ સામે પ્રથમ બોલ પર વિકેટ લીધી હતી. ત્યારબાદ 2021 T20 વર્લ્ડ કપમાં નામિબિયાના બોલર રુબેન ટ્રમ્પલમેને સ્કોટલેન્ડ સામે ઇનિંગ્સના પ્રથમ બોલ પર વિકેટ લીધી હતી. નામીબિયાના રુબેન ટ્રમ્પેલમેને વર્તમાન વર્લ્ડ કપમાં તેનું પુનરાવર્તન કર્યું. આ વખતે તેને ઓમાન સામે પહેલા જ બોલ પર વિકેટ મળી હતી.
વધુ વાંચો : ટી20 વર્લ્ડ કપ વચ્ચે રેન્કિંગમાં મોટો ઉલટફેર,39 વર્ષનો આ ખેલાડી બન્યો નંબર વન ઓલરાઉન્ડર
અર્શદીપ સિંહે આજે અમેરિકા સામેની મેચ દરમિયાન પહેલા જ બોલ પર શયાન જહાંગીરને LBW આઉટ કર્યો હતો. ત્યાર બાદ ઓવરના છેલ્લા બોલ પર 3 નંબર પર રમવા આવેલા વિકેટકીપર બેટ્સમેન એન્ડ્રીસ ગૌસને હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. એક ઓવર પછી અમેરિકાનો સ્કોર બે વિકેટના નુકસાને ત્રણ રન હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.