બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Arrival of new animals at Narmada Statue of Unity Zoological Park

નર્મદા / સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દુબઈ લવાયા ત્રણ વિદેશી પ્રાણીઓ, સફેદ સિંહ ઉપરાંત આ હિંસક પ્રજાતિએ પ્રવાસીઓનું ખેંચ્યું ધ્યાન

Mahadev Dave

Last Updated: 06:45 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 375 એકરમાં ફેલાયેલ ઝુઓલોજીકલ પાર્કમાં નવા પ્રાણીઓનુ આગમન થયું છે. સાથે જ ત્રણ વિદેશી પ્રાણીઓને દુબઈના એનિમલ ઝૂમાંથી લાવવામાં આવ્યા છે.

  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝુઓલોજીકલ પાર્કમાં નવા પ્રાણીઓનું આગમન
  • ત્રણ વિદેશી પ્રાણીઓને દુબઈથી લાવવામાં આવ્યા
  • ઓરેન્ગ્યુટેન, જેગુઆર અને સફેદ સિંહ પાર્કમાં દેખાશે

એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 375 એકરમાં પથરાયેલા ઝૂઓલોજીકલ પાર્કએ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષનારૂ છે. દર વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લાખો લોકો મુલાકાત લેતા હોય છે. ઝૂઓલોજીકલ પાર્ક જંગલ સફારીમાં 1500થી વધુ દેશી અને વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ ખુલ્લા મોટા બેરેકમાં મુકવામાં આવ્યા છે અને સમયાંતરે નવા પશુઓ પક્ષીઓનો જંગલ સફારીમાં ઉમેરો કરવામાં આવે છે. આગાઉ સ્નેક હાઉસ પણ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. હવે નવા ત્રણ વિદેશી પ્રાણીઓને દુબઈના એનિમલ ઝૂમાં લાવવામાં આવ્યા છે. 

Arrival of new animals at Narmada Statue of Unity Zoological Park

વધુ વાંચો : અમે માલદીવના બુકિંગ નહીં લઇએ', ગુજરાતના આ ટ્રાવેલ એજન્ટ એસોસિએશને લીધો મોટો નિર્ણય, જુઓ શું કહ્યું

ઓરેન્ગ્યુટેન, જેગુઆર અને સફેદ સિંહ પાર્કમાં મળશે જોવા

SOU ના ceo ઉદિત અગ્રવાલેએ જણાવ્યું હતું કે ત્રણ પ્રાણીઓ દુબઈના ઝૂ માંથી લાવવામાં આવ્યા છે. ત્રણ પ્રાણીઓ દુબઈના ઝૂ માંથી લાવવામાં આવ્યા છે. આગામી સમયમાં ઓરેન્ગ્યુટેન, જેગુઆર અને સફેદ સિંહ પ્રવાસીઓને બતાવશે. ઇન્ડોનેશિયામાં ઓરેન્ગ્યુટેન પ્રજાતિ જોવા મળે છે. વધુમાં ઇન્ડોનેશિયામાં આ ઉંરાંગ ઉટાંગ પ્રજાતિ જોવા મળે છે. જયારે અમેરિકાના એમેઝોન જંગલમાંથી જેગુઆર હિંસક પ્રાણીની પ્રજાતિ મળી આવે છે. જયારે સાઉથ આફીકામાં સફેદ સિંહ જોવા મળે છે. આ ત્રણેય પ્રજાતિ ભારતમાં જોવા મળતી નથી. એટલે કેવડિયા જંગલ સફારીમાં આ ત્રણેય પ્રાણીઓ લાવવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં પ્રવાસીઓને આ પ્રાણીઓ જોવા મળશે.

Arrival of new animals at Narmada Statue of Unity Zoological Park

વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીંયા આવે છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોકો તેઓનાં પરિવારજનો સાથે અહીંયા આવ્યા હતા. તેમજ તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવેલ સુંદર જગ્યા જોઈ મંત્રમુગ્ધ થયા હતા.  વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે. ત્યારે પ્રવાસીઓમાં હજુ વધારો થઈ રહ્યો છે. અને આગળ પણ થતો રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Narmada Zoological Park statue of unity નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી હિંસક પ્રજાતિ Statue of Unity Zoological Park
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ