હાર્દિક પટેલ વિરુદ્ધ ધ્રાંગધ્રા કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું
આચાર સંહિતાનો ભંગ થતા તાલુકા પોલીસ મથકે ફરીયાદ થઈ હતી
મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટે ધરપકડ અંગેનું વોરંટ ઇસ્યુ કર્યું
વિરમગામના MLA અને પાટીદાર નેતા હાર્દિક પટેલને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યુ થયું છે. વિગતો મુજબ ધ્રાંગધ્રા કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. નોંધનીય છે કે, આચાર સંહિતા ભંગ મામલે હાર્દિક કોર્ટમાં મુદત દરમ્યાન હાજર ન રહેતા આ કાર્યવાહી કરાઇ છે.
Photo: Hardik Patel Facebok
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હરીપરમાં પાટીદાર અનામત આંદોલન સમયે સભા યોજાઇ હતી. જેમાં આચારસંહિતા ભંગ થતાં હાર્દિક પટેલ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદમાં કોર્ટમાં હાર્દિક પટેલ મુદત દરમિયાન હાજર નહીં રહેતા કોર્ટે હાર્દિક સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે.
File Photo
તાજેતરમાં જ જામનગર કોર્ટથી મળી હતી રાહત
જામનગરમાં હાર્દિક પટેલ સામે ફોજદારી કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. ભાજપના MLA હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. અત્રે નોંધનીય છે કે, વર્ષ 2017માં ધૂતારપર ગામે ભાષણ મામલે હાર્દિક પટેલ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. ભડકાઉ ભાષણ કરતા સરકાર તરફથી હાર્દિક પટેલ વિરૂદ્ધ ફોજદારી કરવામાં આવી હતી. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા કેસમાં કોર્ટે જામનગર કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો.