arrest of one more accused in the Junior Clerk Pepperleak scandal 10 day remand court
કાર્યવાહી /
જૂનિયર ક્લાર્કનું પેપર ફોડવાના આરોપીએ આવું કરવાના ગણ્યા લાખો, ધરપકડ બાદ 10 દિવસના રિમાન્ડ પણ મંજૂર
Team VTV10:24 PM, 31 Jan 23
| Updated: 10:29 PM, 31 Jan 23
જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડના વધુ એક આરોપીની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
ATS દ્વારા શ્રદ્ધાકર લુહાને કોર્ટમાં કરાયો રજૂ
ATSએ 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ
કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર જુનીયર કલાર્કની પરીક્ષાનું પેપર લીક મામલે ગુજરાત એટીએસ પોલીસે હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારી એવા શ્રદ્ધાકર લુહાની નામના વધુ એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જેની વધુ તપામ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમા રજૂ કરાયો હતો. જેમાં કોર્ટે આરોપીને 14 દિવસના રિમાન્ડ ઉપર સોંપ્યો છે.
કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
વધુમા આ મામલે સરકારી વકીલ અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે હૈદરાબાદ પ્રિન્ટીંગ પ્રેસના કર્મચારી શ્રદ્ધાકર લુહાનીએ પ્રેસમાંથી પેપરની ચોરી કર્યા બાદ આ પેપર પ્રદીપ નાયક સિવાય કોને કોને આપ્યુ હતું તે દિશામાં તપાસ માટે તપાસનીશ પોલીસ અધિકારી દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેથી આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજુર થતા સમગ્ર પેપર લીક મામલે પ્રેસના કર્મચારી પાસેથી અનેક વિગતોના ખુલાસા થાય તેમ હોવાનું તેમને ઉમેર્યું હતું.
ગઈકાલે 15 આરોપીઓને રજૂ કરાયા
જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ પરીક્ષા મોકૂફ રખાઈ છે ત્યારે ગઈકાલે રાજ્યના લાખો બેરોજગાર યુવાઓને રાતે પાણીએ રોવડાવનાર પેપરકાંડના આરોપીઓને વડોદરા કોર્ટમાં રજૂ કરાયા હતા. વડોદરાની કોર્ટમાં 15 આરોપીઓને રજૂ કરાયા હતા. ATS દ્વારા ઉલટ તપાસની 14 દિવસના રિમાન્ડની માંગ સાથે આરોપીઓએ કોર્ટમાં લઈ જવાયા હતા. કોર્ટ દ્વારા આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. 10 ફેબ્રુઆરી સુધી 15 આરોપીઓના રિમાન્ડ મંજૂર. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં નવા ધડાકા ભડાકા થઈ શકે છે.
1181 ખાલી જગ્યા પર યોજાવાની હતી ભરતી
ગૌણ સેવા પસંદગી મંડળની 1181 ખાલી જગ્યા પર યોજાનાર જુનિયર ક્લાર્કની પરિક્ષા મોકૂફ રખાઈ છે. જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું વડોદરાથી પેપર વડોદરાથી લીક થયું હતું. જેને લઈને 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે. બીજી બાજુ પેપરલીક કાંડમાં ATSએ કુલ 16 આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ મામલે હવે આગામી સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામા આવશે. તેવું ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સંદિપ કુમારએ નિવેદન પણ આપ્યું હતું. વધુમાં આગામી 100 દિવસમા ફરી પરીક્ષા લેવાશે. તેવો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહિ નવી પરીક્ષામા ઉમેદવારો વિનામુલ્યે પરીક્ષા કેન્દ્ર પર જઈ શકશે ટ્વિવું પણ સંદિપ કુમારએ કહ્યું હતું.
જુનિયર કલાર્કની પરીક્ષા અપડેટ
જૂનિયર ક્લાર્કની પરીક્ષા પહેલા પેપર લીક થયું
પરીક્ષા પહેલા પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવાની ફરજ પડી
સમગ્ર પેપરલીક કાંડમાં પોલીસે અગાઉ એક યુવકની કરી હતી ધરપકડ
રવિવારે વહેલી સવારે પોલીસે શકમંદને ઝડપી પૂછપરછ કરતા મળી આવી હતી પ્રશ્નપત્રની નકલ
પેપરલીક કાંડને કારણે પેપર રદ કરાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં
જૂનિયર ક્લાર્કની 1 હજાર 181 ખાલી જગ્યા માટે યોજાવાની હતી પરીક્ષા
પંચાયત સેવા પસંદગી મંડળ 100 દિવસ પછી ફરીથી પરીક્ષાની તારીખ કરશે જાહેર
આરોપીઓ દ્વારા ફૂટેલું પેપર 7 લાખ રૂપિયામાં વેચવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો
આરોપીઓ સફળ થાય તે પહેલા જ ગેંગને પકડી લેવામાં ATSને મળી સફળતા
ગુજરાત ATSએ હાલ સમગ્ર મામલે 16 આરોપીઓની કરી ધરપકડ
રાજ્ય બહારની પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલું આ પેપર પ્રેસમાંથી જ લીક થયાનું જાણવા મળ્યું છે
પરીક્ષાર્થીઓએ પેપરલીક થવાની ઘટનામાં રાજ્ય સરકારને ગણાવી જવાબદાર