BIG BREAKING /
ગોપાલ ઈટાલિયાની ધરપકડ બાદ છુટકારો, ભાવનગર પોલીસે આ કેસમાં કરી કાર્યવાહી, મામલો ધાર્મિક
Team VTV03:23 PM, 20 Dec 22
| Updated: 03:53 PM, 20 Dec 22
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની ભાવનગર પોલીસે કરી ધરપકડ
AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ધરપકડ
ભાવનગર પોલીસે ગોપાલ ઈટાલિયાની કરી ધરપકડ
ટ્વીટ કરીને ગોપાલ ઈટાલિયાએ આપી માહિતી
ધરપકડ બાદ ગણતરીની મિનિટમાં છુટકારો
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી હતી . જોકે હજી સુધી ધરપકડનું કોઈ કારણ સામે આવ્યું નથી. મહત્વનું છે કે, ખુદ ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને આ મામલે જાણકારી આપી હતી. જોકે હવે મળતી વિગતો મુજબ તેમણે ગણતરીની મિનિટ બાદ છોડી મુકાયા છે.
પ્રાથમિક વિગતો મુજબ ભાવનગર પોલીસે ઈટાલિયાની ધરપકડ કરી હતી. જોકે તેમની ધરપકડ બાદ ગણતરીની મિનિટોમાં જ તેમણે છોડી મૂકવામાં આવ્યા હતા.
શું હતો સમગ્ર મામલો ?
ગોપાલ ઇટાલિયાની ધરપકડ બાદ તરત છોડી મૂકવામાં આવ્યા છે.આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. અગાઉ દ્વારકા ખાતે જાહેર સભામાં ગોપાલ ઈટાલીયા એ ભગવાન શ્રી કૃષ્ણ ને રાક્ષસો સાથે સરખાવ્યા હતા. રાક્ષસો સાથે સરખાવી ને ભગવાન શ્રી કૃષ્ણ નું અપમાન કરતા સમસ્ત હિન્દુ સમાજ ની લાગણી દુભાઈ હતી.હિન્દુ સમાજ ની લાગણી દુભાવતા નિવેદનને લઈને આહિર સમાજ ના યુવાન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. મૂળ ઉમરાળા તાલુકાના અને હાલ સુરત રહેતા આકાશ આહિર એ ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તારીખ 04/09/2002 ના રોજ મોડી રાત્રે ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ IPC 295A અને IPC 298 ની કલમ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. જે કેસ બાબત ના કેસમાં આજે ઉમરાળા પોલીસે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી હતી. હાલ તેમની ધરપકડ કરી બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. આ તરફ ધરપકડ બાદ ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કાયદો વ્યવસ્થાને બદલે પોલીસને મારી ધરપકડમાં રસ છે.
गुजरात की जनता द्वारा भ्रष्ट भाजपा को दिए पूर्ण बहुमत की नई सरकार ने काम करना चालू कर दिया है।
भावनगर पुलिस ने आज मुझे गिरफ़्तार कीया। मेरी ख़ुद की दादी माँ का कल निधन हुआ है, पूरा परिवार दुःखी है लेकिन भाजपा ने मुझे अरेस्ट कर लिया है। शायद यही काम के लिए बहुमत मिला होगा।
ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, ભાવનગર પોલીસે આજે મારી ધરપકડ કરી છે. ગઈકાલે મારા દાદીનું અવસાન થયું, આખો પરિવાર દુઃખી છે પરંતુ ભાજપે મારી ધરપકડ કરી છે. કદાચ બહુમતી આ કામ માટે મળી ગઈ હશે.