બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ગેરકાયદે કંબોડિયા પહોંચેલા 300 ભારતીયો પર કાર્યવાહી, સંચાલકો વિરુદ્ધ બળવો કરનારાઓની ધરપકડ

કાર્યવાહી / ગેરકાયદે કંબોડિયા પહોંચેલા 300 ભારતીયો પર કાર્યવાહી, સંચાલકો વિરુદ્ધ બળવો કરનારાઓની ધરપકડ

Last Updated: 09:23 AM, 22 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cambodia Latest News : ગેરકાયદેસર રીતે કંબોડિયા લઈ જવામાં આવેલા 300 ભારતીયોએ 20 મેના રોજ તેમના હેન્ડલર્સ વિરુદ્ધ બળવો કર્યો હતો જેના કારણે તેમાંથી મોટાભાગનાની ધરપકડ કરવામાં આવી

Cambodia News : આપણાં દેશમાંથી અનેકવાર લોકો ગેરકાયદેસર રીતે વિદેશમાં જતાં હોય છે. ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, કંબોડિયામાં 300 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. વિગતો મુજબ આ લોકોને ગેરકાયદેસર રીતે કંબોડિયા લાવવામાં આવ્યા હતા. આમાંથી મોટા ભાગના લોકો આંધ્રપ્રદેશના હોવાનું કહેવાય છે. આંધ્ર પ્રદેશ પોલીસનું કહેવું છે કે, ગેરકાયદેસર રીતે કંબોડિયા લઈ જવામાં આવેલા 300 ભારતીયોએ 20 મેના રોજ તેમના હેન્ડલર્સ વિરુદ્ધ બળવો કર્યો હતો જેના કારણે તેમાંથી મોટાભાગનાની ધરપકડ કરવામાં આવી છે.

તાજેતરમાં રશિયામાંથી પણ માનવ તસ્કરીનો આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જોકે આમાં તે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમણે ગેરકાયદેસર રીતે ભારતીયોને રશિયા મોકલ્યા હતા. યુવાનોને આકર્ષક નોકરીઓ અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ આપવાના વાયદાઓ સાથે રશિયા લઈ જવા અને યુક્રેનમાં યુદ્ધમાં લડવા માટે દબાણ કરવાના આરોપમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ દિલ્હીમાં થઈ હતી. આરોપીઓની ઓળખ કેરળના રહેવાસી અરુણ અને યેસુદાસ જુનિયર તરીકે થઈ હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તસ્કરોએ ભારતીય યુવાનોને સારા પગારના પેકેજ સાથે રશિયામાં નોકરીની લાલચ આપીને ફસાવ્યા હતા.

આવો જાણીએ શું કહ્યું પોલીસે ?

કંબોડિયન કેસ વિશે વાત કરતા પોલીસે જણાવ્યું હતું કે, આમાંથી 150 લોકો વિશાખાપટ્ટનમના રહેવાસી છે અને છેલ્લા એક વર્ષથી કંબોડિયામાં ફસાયેલા છે જ્યાં ચીનના ઓપરેટરો દ્વારા તેમને સાયબર ક્રાઈમ અને પોન્ઝી કૌભાંડો કરવા દબાણ કરવામાં આવતું હતું. વિશાખાપટ્ટનમ પોલીસ કમિશનર એ. રવિશંકરે કહ્યું કે, ઘણા લોકોએ વોટ્સએપ દ્વારા વિશાખાપટ્ટનમ પોલીસનો સંપર્ક કર્યો અને વીડિયો મોકલ્યા હતા.

કંબોડિયામાં લગભગ 300 ભારતીયોએ તેમના હેન્ડલર્સ સામે બળવો કર્યો. 18 મેના રોજ વિશાખાપટ્ટનમ પોલીસે ચુકા રાજેશ, એસ. કોંડલ રાવ અને એમ. જ્ઞાનેશ્વર રાવની માનવ તસ્કરીના આરોપસર ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ ભારતમાં યુવાનોને સિંગાપોરમાં ડેટા એન્ટ્રીની નોકરી અપાવવા માટે લલચાવતા હતા પરંતુ વાસ્તવમાં તેઓને સાયબર ગુના કરવા માટે કંબોડિયા મોકલતા હતા.

વધુ વાંચો : આગ ઝરતી ગરમી પર હવામાન વિભાગનું મોટું અપડેટ, હીટ વેવથી ક્યારે મળશે રાહત

કંબોડિયા પહોંચ્યા પછી જે થયું એ જાણી ચોંકી જશો

પોલીસે જણાવ્યું હતું કે, કંબોડિયા પહોંચ્યા પછી યુવાનોને ચાઈનીઝ હેન્ડલર્સ દ્વારા બંદી બનાવવામાં આવ્યા હતા, ત્રાસ આપવામાં આવ્યો હતો અને ગેમ ફ્રોડ, શેરબજારમાં છેતરપિંડી અને અન્ય ગુનાઓ કરવા દબાણ કરવામાં આવ્યું હતું. વિશાખાપટ્ટનમ પોલીસે ફસાયેલા લોકોને મદદ કરવા અને પરત લાવવા માટે વિદેશ મંત્રાલય અને સંબંધિત વિભાગોનો સંપર્ક કર્યો હતો કારણ કે સોમવારના બળવા પછી તેમાંથી મોટાભાગના લોકોને જેલમાં મોકલવામાં આવ્યા છે. વિશાખાપટ્ટનમના જોઈન્ટ પોલીસ કમિશનર ફક્કરપ્પા કાગિનેલ્લી અનુસાર દેશભરમાંથી લગભગ 5,000 લોકોને વિવિધ એજન્ટો દ્વારા કંબોડિયા મોકલવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

arrived illegally in Cambodia Indians Arrest In Cambodia Cambodia News Cambodia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ