બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Arrest and present Sapna Chaudhary in court! The Lucknow court announced the warrant

મનોરંજન / સપના ચૌધરીને ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરો! લખનૌની કોર્ટે જાહેર કર્યું વોરંટ

Megha

Last Updated: 01:19 PM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ સપના ચૌધરી ફરી એક વખત ચર્ચાનો વિષય બની છે અને આ વખતે તેના વિરુદ્ધ કોર્ટ દ્વારા ધરપકડનું વોરંટ બહાર પાડવામાં આવ્યું છે.

  • હરિયાણવી ડાન્સર્સની વાત આવે ત્યારે સપના ચૌધરીનું નામ સૌથી ઉપર આવે છે
  • ડાન્સ ઈવેન્ટની ટિકિટ વહેંચ્યા પછી શો ન કરીને દર્શકો પાસેથી પૈસા પડાવી લેવા કેસ 
  • કોર્ટે સપના ચૌધરી વિરુદ્ધ ધરપકડ માટે એક વોરંટ જારી કર્યું

સપના ચૌધરી એક એવું નામ છે જે સાંભળીએ એટલે બેકગ્રાઉન્ડમાં હરયાણવી ગીત ચાલુ થઇ જાય અને શાનદાર ઠુમકા પણ દેખાવા લાગે. હરિયાણવી ડાન્સર્સની જ્યારે પણ વાત આવે છે સપના ચૌધરીનું (Sapna Choudhary)નામ સૌથી ઉપર આવે છે. તેણે પોતાનું આ નામ ખૂબ જ મહેનત કરીને બનાવ્યું છે અને ઘણી વખત તો તેને લાઈવ શોમાં મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો છે. હાલ સપના ચૌધરી ફરી એક વખત ચર્ચાનો વિષય બની છે અને આ વખતે તેના સામે લખનઉની કોર્ટ દ્વારા વોરંટ બહાર પાડવામાં આવ્યો છે. 

ટીકિટ વહેંચ્યા પછી શો ન કર્યો 
એક ડાન્સ ઈવેન્ટની ટિકિટ વહેંચ્યા પછી શો ન કરીને દર્શકો પાસેથી પૈસા પડાવી લેવાના કેસમાં લખનઉ કોર્ટે પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ ધરપકડ માટે એક વોરંટ જારી કર્યું છે. ACJM શાંતનુ ત્યાગીએ ડાન્સર સપના ચૌધરીની ધરપકડ કરીને ત્યાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે અને કેસની સુનાવણી માટે 30 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.

ધરપકડ કરવા માટે વોરંટ બહાર પાડવામાં આવ્યું 
આ કેસ માટે સપના ચૌધરીએ કોર્ટમાં હજાર રહીને જમાનત મંજૂર કરાવી લીધી હતી અને એ પછી આરોપ નક્કી કરવ અમતે સોમવારની તારીખ આપવામાં આવી હતી પણ ગઇકાલે સપના ચૌધરી હાજર ન રહી એટલા માટે કોર્ટે તેની ધરપકડ કરવા માટે વોરંટ બહાર પાડી દીધું છે. 

વર્ષ 2018નો છે કિસ્સો
તમને જણાવી દઈએ કે આ કિસ્સો વર્ષ 2018 ના ઓકટોબર મહિનાનો છે. એ સમયે સપના ચૌધરીના એક શો માટે 300 રૂપિયા પ્રતી ટિકિટના પૈસા વસૂલવામાં આવ્યા હતા અને એ પછી શોમાં સપના ચૌધરી અને બીજા કોઈ કલાકારો હાજર રહ્યા નહતા. રાત્રે 10 વાગ્યા સુધી લોકોએ સપના ચૌધરીની રાહ જોઈ હતી પણ સપના ચૌધરી શોમાં આવી નહતી. એ પછી લોકોએ ગુસ્સામાં આવીને સપના ચૌધરી સામે કેસ ફાઇલ કર્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Lucknow Sapna Choudhary arrest warrant સપના ચૌધરી Sapna Chaudhary
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ