રેસ્ક્યુ / વડોદરાઃ રાહત-બચાવ માટે ગયેલા આર્મીના જવાનોનો ટ્રક પાણીમાં ફસાયો, NDRF આવ્યું વ્હારે

Army truck water NDRF rescue Vadodara

ભારે વરસાદે સમગ્ર વડોદરાને પાણી પાણી કરી દીધું છે ત્યારે હજુ સુધી પાણી ઓસર્યું નથી. જેથી વડોદરામાં હાલ NDRFની 11 ટીમો કાર્યરત છે. ત્યારે હાલ NDRFની ટીમ દ્વારા લોકોના ઘરોમાં પાણી અને જમવાનું મોકલવામાં આવી રહ્યું છે. સાંજ સુધીમાં પાણી ઓસરી જાય તેવી સ્થાનિકો આશા રાખી રહ્યા છે. ત્યારે જો આજે પણ વરસાદ પડશે તો વડોદરાના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. જો કે તમામ સ્થિતિને પહોંચીવળવા માટે NDRFની ટીમ એલર્ટ પર છે. ત્યારે આર્મી જેવાનોનો ટ્રક પાણીમાં ફસાયો હોવાનું સામે આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ