બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:59 AM, 4 February 2021
ADVERTISEMENT
જવાન લક્ષમણ જોધપુરનો રહેવાસી હતો
રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે એલઓસી પર યુદ્ધ વિરામનું ઉલંઘન કરી પડોશી દેશ દ્વારા કરવામાં આવેલા સતત ગોળીબારમાં આ વર્ષે અત્યાર સુધી 4 જવાન શહીદ થઈ ચૂક્યા છે. જવાન લક્ષમણ જોધપુરનો રહેવાસી હતો.
ADVERTISEMENT
Jammu and Kashmir: Sepoy Laxman was critically injured and later succumbed to his injuries, in ceasefire violation by Pakistan along Line of Control (LoC) in Sunderbani Sector, of Rajouri yesterday. pic.twitter.com/BQ7fFOJJXo
— ANI (@ANI) February 4, 2021
ગોળીબારીમાં લક્ષ્મણ ગંભીર રીતે ઘાયલ થયો એ બાદ મોત
પ્રવક્તાએ જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ રાજૌરી જિલ્લામાં સુંદરબની સેક્ટરમાં અકારણ ગોળીબાર શરુ કી દીધો. દુશ્મનના ગોળીબારીનો અમારા જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું તે ગોળીબારીમાં લક્ષ્મણ ગંભીર રીતે ઘાયલ થયો એ બાદ તેનું મોત થયું હતુ.
ગોળીબારમાં સેનાના 3 જવાન શહીદ થયા હતા
પ્રવક્તાએ કહ્યું જવાન લક્ષ્મણ એક બહાદુર, બહુ પ્રેરિત અને કાબિલ સૈનિક હતા. રાષ્ટ્ર તેના સર્વોચ્ચ બલિદાન અને કર્તવ્યના પ્રત્યે સમર્પણ માટે હંમેશા ઋણી રહેશે. આ પહેલા જાન્યુઆરીમાં એલઓસી પર પાકિસ્તાની ગોળીબારમાં સેનાના 3 જવાન શહીદ થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.