બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / જમ્મુમાં આતંકીઓની હવે ખેર નહીં, સેનાએ તૈયાર કર્યો માસ્ટર પ્લાન, 500 પેરા કમાંડો આ વિસ્તારમાં કર્યા તૈનાત
Last Updated: 08:05 AM, 20 July 2024
આતંકીઓએ છેલ્લા થોડા સમયમાં જમ્મુના ઘણા વિસ્તારોને નિશાન બનાવ્યા છે. આતંકીઓએ લગભગ એક દાયકા બાદ કાશ્મીરની ઘાટી નહીં પરંતુ પહાડી વિસ્તારોમાં હુમલો કર્યો છે. જમ્મુ વિસ્તારમાં ઘુસણખોરી કરી ચુકેલા આતંકીઓ સામે જવાબી કાર્યવાહી કરવા માટે સેનાના જવાનોની સંખ્યા વધારી દેવામાં આવી છે અને વિસ્તારમાં 500 પેરા કમાંડો તૈનાત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મોટાભાગના આતંકી પાકિસ્તાની
ADVERTISEMENT
સેનાના સૂત્રોથી જાણવા મળ્યું છે કે ભારતીય સેના હવે આતંકવાદીઓ સામે કડક પગલા લઈને જમ્મુ ક્ષેત્રમાં પોતાના સૈનિકોને ફરીથી તૈનાત કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુમાં મોટાભાગના આતંકી પાકિસ્તાની છે જે પોતાના સ્થાનીક ગાઈડ અને સપોર્ટ સિસ્ટમની સાથે કામ કરી રહ્યા છે. આ આતંકી જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદને ફરીથી ઉભુ કરવા માટે આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.
નાના નાના ગ્રુપમાં છે 50થી 55 આતંકી
સૂત્રોએ એમ પણ જણાવ્યું કે વિસ્તારમાં 2થી3 આતંકવાદીઓ નાના નાના ગ્રુપમાં 50થી 55 આતંકવાદી સ્થાનીક લોકોની મદદથી કામ કરી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ક્ષેત્રમાં સેના અને અન્ય સુરક્ષા એજનસિઓ હવે ઘુસણખોરીના પ્રયત્નોથી નિપટવા માટે ક્ષેત્રમાં પોતાની ખુફિયા અને કાઉન્ટર ટેરર ગ્રિડને મજબૂત કરી રહી છે.
હવે ક્ષેત્રમાં આતંરરાષ્ટ્રીય સીમા પર ઘુસણખોરીના પ્રયત્નની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં કાઉન્ટર ટેરરિસ્ટ ગ્રિડના બીજા સ્તરને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.