બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Army Chief Tells Commanders To Be Prepared For Any Eventuality

નિવેદન / ચીન સાથેના વધતા તણાવ વચ્ચે સેના પ્રમુખે ભારતીય સેનાને આપ્યા આવા આદેશ

Kavan

Last Updated: 07:49 AM, 8 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે સેના પ્રમુખ નરવણેએ સેનાના અધિકારીઓને ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ ફીલ્ડ કમાન્ડરોને સરહદ પર કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા અને સૌથી વધુ કાર્યવાહીની તૈયારીઓ માટે સૂચના આપી છે.

  • સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેનો ફીલ્ડ કમાન્ડરોને નિર્દેશ
  • ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર રહે

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સેના પ્રમુખ નરવણે લખનઉ ગયા હતા, જ્યાં તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. તેમજ તમામ સ્તરના કમાન્ડરો સાથે પણ મુલાકાત અને ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે સેના પ્રમુખ બે દિવસથી આસામના તેજપુર અને લખનઉની મુલાકાતે છે.

india china border india does heavy tank deployment in depsang to check china

સેન્ટ્રલ કમાન્ડના મુખ્યાલયની મુલાકાત લીધી

સેના પ્રમુખે લખનઉ છાવણીમાં આવેલા સેન્ટ્રલ કમાન્ડના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. જે દરમિયાન સેનાના અધિકારીઓએ તેમને ઓપરેશનલ અને અન્ય માહિતી આપી હતી. 

India China tensions this truth will not change india and china cannot live without each other china

ભારત અને ચીન વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ 

મહત્વનું છે કે ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ચીનના સૈન્યની લદ્દાખમાં ઘુસણખોરીના કારણે બંને દેશોના સૈન્ય વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. હજુ પણ આ વિવાદનો કોઇ અંત આવ્યો નથી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Army Army chief India-China border disputes india china border conflict ચીન ભારત india china border conflict
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ