બ્રેકિંગ ન્યુઝ
VTV / Army chief general manoj mukund naravane visited leh
Last Updated: 11:40 AM, 23 May 2020
એક પ્રાપ્ત મળતી વિગત અનુસાર ભારતીય સેનાના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેએ લદ્દાખના મુખ્યાલય લેહની મુલાકાત લીધી હતી. આ સંવેદનશીલ વિસ્તારની સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ દિલ્હી પરત ફર્યાં હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
આ મુલાકાત ભારત દ્વારા ચીનના એ આરોપને ફગાવ્યાં બાદ કરવામાં આવી છે જેમાં બેઇજિંગ દ્વારા આરોપ લગાવામાં આવ્યો હતો કે સરહદ પર ભારતીય સૈનિકોએ તણાવની શરૂઆત કરી અને લદ્દાખ અને સિક્કિમ સેકટરોમાં LAC ક્રોસ કર્યું.
Army chief visits Ladakh to review LAC situation
— ANI Digital (@ani_digital) May 23, 2020
Read @ANI Story | https://t.co/d0EvI0cZNZ pic.twitter.com/hgSxgu6KoR
ADVERTISEMENT
આ સાથે ચીને આરોપ લગાવ્યો હતો કે ચીનના સૈનિકોને ભારતીય સરહદ પર પેટ્રોલિંગ કરવાને લઇને અવરોધ ઉભો કરવામાં આવ્યો.
જો કે આ ઘટના પછી બંને પક્ષોના સૈનિકોએ શાંતિ અને તણાવને ઓછો કરવાનો પ્રયત્ન કર્યો. 5-6 મેના રોજ પેંગોંગ સરોવર પાસે થયેલી અથડામણ બાદ ચીન અને ભારત તરફથી સરહદ પર વધારાનો જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. ખાસ કરીને લદ્દાખની ગલવા ઘાટીમાં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.