બ્રેકિંગ ન્યુઝ
VTV / Army Chief General Bipin Rawat in Chennai
Last Updated: 11:31 AM, 23 September 2019
ADVERTISEMENT
આર્મી ચીફે ફરી એર સ્ટ્રાઇક પર આપ્યો આ જવાબ
ઉલ્લેખનીય છે કે 26 ફેબ્રુઆરીના રોજ ભારતે પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદના કેમ્પ પર એરસ્ટ્રાઇક કરી હતી. જો કે સેનાપ્રમુખ જનરલ બિપિન રાવતે જ્યારે પુછવામાં આવ્યું કે ભારતીય સેના શું ફરી એરસ્ટ્રાઇક કરશે? આર્મી ચીફે કહ્યું કે આપણે એરસ્ટ્રાઇક ફરી કેમ કરીશું. તેનાથી આગળ કેમ ન જઇ શકીએ. આર્મી ચીફે કહ્યું કે સેનાએ સરહદ પર પૂરી તૈયારી કરી દીધી છે અને નિયંત્રણ રેખા પર વધુ સૈનિક તૈનાત કરવામાં આવ્યાં છે.
ADVERTISEMENT
સેના પ્રમુખે પાકિસ્તાન-ચીનના નામ લીધા વગર સાધ્યું નિશાન
સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે સરહદે પર જારી તણાવ વચ્ચે મોટુ નિવેદન આપ્યું છે. સેના પ્રમુખે કહ્યું છે કે અમારી ઉત્તર અને પશ્ચિમી સરહદ પર તણાવ છે. સેના પ્રમુખે પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વગર બંને દેશ પર નિશાન સાધ્યું.
Army Chief General Bipin Rawat: Balakot has been re-activated by Pakistan, very recently. This shows Balakot was affected, it was damaged; it highlights some action was taken by the Indian Air Force at Balakot & now they have got the people back there. pic.twitter.com/IFN7SjJDud
— ANI (@ANI) September 23, 2019
આર્મી ચીફે ભવિષ્યમાં સાઇબર યુધ્ધની જણાવી શક્યતા
સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું કે યુધ્ધમાં કોઇ ઉપવિજેતા નથી હોતું, માત્ર જીત હોય છે. આપણે સેનામાં એવા લીડર્સની જરૂરિયાત છે, જે કહે કે મને ફોલો કરો, પરંતુ આગળ વધો. સેના પ્રમુખે કહ્યું કે ભવિષ્યમાં સાઇબર યુધ્ધ થશે અને આપણે એવા લીડર્સની જરૂરિયાત છે જો તેના પર નિર્ણય લઇ શકે.
સેના પ્રમુખે કહ્યં કે બધા દેશોએ પોતાની સરહદને સુરક્ષિત રાખવી પડશે. આપણી પાસે ઉત્તર અને પશ્ચિમ મોરચા પર ઘણી બધી મોટી સરહદ છે. આપણે એ સુનિશ્ચિત કરવું જોઇએ કે ઘૂસણખોરી ન થાય. આપણા પશ્ચિમનો પાડોશી દેશ આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યો છે, જમ્મૂ-કાશ્મીરમાં હિંસા ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.