બ્રેકિંગ ન્યુઝ
VTV / Army Chief Bipin Rawat warns Pakistan against
Divyesh
Last Updated: 12:09 PM, 13 August 2019
ADVERTISEMENT
જ્યારે લદ્દાખ નજીકના પોતાના એરબેઝમાં લડાખૂ વિમાનની તૈયારીઓ કરી રહ્યું છે. જો કે પાકિસ્તાન સેના તરફથી કરવામાં આવી રહેલી તૈયારીને લઇને ભારતીય સેના પ્રમુખ બિપિન રાવતે નિવેદન આપ્યું છે કે ભારતીય સેના પણ એલર્ટ છે.
જો તેઓ સરહદ પર આવવા ઇચ્છે છે તો તે તેમના પર નિર્ભર છે. પાકિસ્તાનની સેના જડબાતોડ જવાબ મળશે. જમ્મૂ-કાશ્મીરની પરિસ્થિતિ પર સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે કાશ્મીરના લોકો સાથે અમારી વાતચીત પહેલા જેવી સામાન્ય છે. અમે તેમની સાથે રાઇફલ વગર મળતાં હતા અને આશા છે કે અમે તેમને બંદૂક વગર જ મળીશું.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના એક પત્રકારે દાવો કર્યો હતો કે ભારે હથિયારથી સજ્જ પાકિસ્તાનની સેના લાઇન ઓફ કંટ્રોલ (LoC) તરફ આગળ વધી રહી છે. પાકિસ્તાનના પત્રકારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પોતાના મિત્રોને જણાવ્યું હતું કે પાકિસ્તાનની સેના LoC પર આગળ વધી રહી છે.
Army chief General Bipin Rawat: If the adversary wants to activate the LoC, that's his choice. Everybody does precautionary deployment, we should not get too concerned about it. As far as the Army and other services are concerned, we have to be always prepared. pic.twitter.com/lwKv8A4x7P
— ANI (@ANI) August 13, 2019
તેણે જણાવ્યું હતું કે પીઓકેમાં લોકો પાકિસ્તાનની સેનાનું સ્વાગત કરી રહી છે. જો કે આ અંગે પાકિસ્તાનની સરકાર તરફથી આ અંગે કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી કે ભારત સરકાર તરફથી પણ કોઇ આ અંગે નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.