બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / મલાઈકા અરોરા સાથે બ્રેકઅપ બાદ અર્જુન કપૂરનું છલકાયું દર્દ, ઈચ્છા બતાવી કહ્યું 'પ્રેમ માટે મેં..'
Last Updated: 02:20 PM, 10 December 2024
બૉલીવુડ કપલ અર્જુન અને મલાઇકાએ ઘણા લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી હવે રસ્તા અલગ કરી લીધા છે. મલાઇકા અરોરાનું નામ હાલ સ્ટાઇલિસ્ટ રાહુલ વિજય સાથે ચર્ચાઇ રહ્યું છે. અને અર્જુન હાલ તેના અપકમિંગ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે ત્યારે હાલમાં એક ઇન્ટરવ્યુમાં અર્જુને પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.
ADVERTISEMENT
5 વર્ષ હતા ઘણા કઠિન
ADVERTISEMENT
ઇન્ટરવ્યુમાં અર્જુને જણાવ્યું કે તે 5 વર્ષ તેના માટે ઘણા કઠિન હતા. અર્જુને કહ્યું, " મે પ્રેમ અને પ્રસંશા મેળવવા માટે ધીરજ રાખીને ઘણા વર્ષો સુધી રાહ જોઈ. મને લાગે છે કે મારા ડેબ્યૂ વખતે મને લોકોએ ખૂબ પ્રેમ કર્યો હતો હું એ ફિલિંગ ફરી જીવવા માંગુ છું. જ્યારે લોકો તમને તમારા ફિલ્મના કેરેક્ટરથી ઓળખે, હું એ વેલીડેશન માંગુ છું" બ્રેકઅપ વિશે વાત કરતાં અર્જુને કહ્યું કે હું આ ફેઝને ઘણો એન્જોય કરી રહ્યો છું. મારે આવનાર સમયમાં વધારે મહેનત કરવાની છે અને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવાનો છે.
વધુ વાંચો: અક્ષય કુમારે ચાહકોને કર્યા નિરાશ, વર્ષ 2025 નહીં 2026ની આ તારીખે રીલીઝ થશે 'ભૂત બંગલા'
બ્રેકઅપના લીધે ચર્ચામાં
અર્જુન છેલ્લા થોડા સમયથી તેના ફ્લોપ ફિલ્મોને કારણે ઓછું અને બ્રેકઅપને લઈને વધુ ચર્ચામાં હતો. અર્જુનની પાછલી બધી ફિલ્મો ફ્લોપ રહી છે ત્યારે તેણે કહ્યું કે તેના માટે તે 5 વર્ષ ખૂબ જ કઠિન રહ્યા હતા. અર્જુન છેલ્લે અજય દેવગણ અને રોહિત શેટ્ટીની ફિલ્મ ' સિંઘમ અગેઇન'માં વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
એક્ટર સ્ટેબિંગ કેસ / સૈફ અલી ખાન પરના હુમલાનું હવે સત્ય બહાર આવશે, પોલીસને મળ્યો આરોપીનો કબજો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.