બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:37 PM, 17 May 2019
ADVERTISEMENT
અર્જુન કપુર હાલનાં દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ 'ઇન્ડીયાઝ મોસ્ટ વોન્ટેડ'ને લઇને ભારે ચર્ચામાં છે. થોડાંક દિવસો પહેલાં આ ફિલ્મને લઇને ટ્રેલર પણ રિલીઝ થયુ હતું કે જેને દર્શકોએ પસંદ પણ કર્યુ હતું. મોડી રાત્રીએ અર્જુને ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખી હતી કે જેમાં બોલીવુડની અનેક મોટી હસ્તીઓ પહોંચી હતી. આ ફિલ્મ 24 મેનાં રોજ રિલીઝ થશે કે જે પહેલાં જ આને એક મોટો ઝટકો લાગ્યો છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મનાં કેટલાંક સીનમાં સેન્સર બોર્ડે આપત્તિ દર્શાવી છે. ત્યાર બાદ બોર્ડ દ્વારા જ કેટલાંક સીન પર પ્રતિબંધ લગાવી દેવાયો. આની પર તર્ક આપવામાં આવ્યું કે, આ સીન લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવા છે. આ ડાયલોગબાજી અર્જુન કપુર અને આતંકવાદીની વચ્ચેની હતી. જેને ફિલ્મનાં ટીઝરમાં દેખાડવામાં આવ્યા હતાં.
ADVERTISEMENT
રિપોર્ટ્સનું માનીએ તો સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મ મેકર્સને એમ કહેવામાં આવ્યું કે, ફિલ્મ ભગવાન કૃષ્ણ અને કુરાનની ઉપર આ ડાયલોગ છે કે જેને હટાવી દેવામાં આવ્યાં છે. આને સાંભળીને કદાચ દર્શકો ભડકી શકે તેમ હતું અને આ ફિલ્મને લઇને મોટો વિવાદ પણ સર્જાઇ જાત.
સીન હટાવી દેવાથી લઇને ફિલ્મનાં મેકર્સનું કહેવું એમ છે કે 'સેંસર બોર્ડે ભગવત ગીતા અને કુરાન સાથે જોડાયેલ દ્રશ્યોને હટાવવા માટે અમને રિક્વેસ્ટ કરી હતી અને અમે પણ તેમની વાતને સ્વીકારી લીધી છે.' 'ઇન્ડીયાઝ મોસ્ટ વોન્ટેડ'નાં નિર્દેશન રાજકુમાર ગુપ્તાએ કહ્યું છે. તમને જણાવી દઇએ કે આ વાર્તા પાંચ લોકોની છે. જે ભારતનાં ઓસામાને પકડવા માટે પોતાનું બધું જ ન્યોછાવર કરી દે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.