બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Arijit Singh touches Dhoni feet in IPL opening ceremony, photo went viral

ક્રિકેટ / MS ધોનીને જોતાં જ ઈમોશનલ થયો અરિજિત સિંહ, કરી લીધા ચરણ સ્પર્શ, અમદાવાદની તસવીરો થઈ વાયરલ

Megha

Last Updated: 10:47 AM, 1 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીએસકેના કેપ્ટન એમએસ ધોની ઓપનિંગ સેરેમનીમાં સ્ટાર્સના પ્રદર્શન બાદ સ્ટેજ પર પહોંચ્યા ત્યારે બૉલીવુડના ટોપના સિંગર અરિજિત સિંહે ધોનીના પગને સ્પર્શ કર્યા હતા.

  • IPLની ઓપનિંગ સેરેમનીમાં અરિજીતનું ધમાકેદાર પર્ફોમન્સ 
  • સિંગર અરિજિત સિંહે ધોનીના પગને સ્પર્શ કર્યા
  • અરિજિતે ફરી એકવાર ચાહકોનું દિલ જીતી લીધું

IPLની શરૂઆત થઈ ગઈ છે અને આ સિઝનની પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 5 વિકેટે જીત નોંધાવી હતી. આ મેચ પહેલા સીઝનની ભવ્ય શરૂઆતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડ અભિનેત્રી રશ્મિકા મંદન્ના, તમન્ના ભાટિયા અને ગાયક અરિજીત સિંહે ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. આ સાથે જ ઓપનિંગ સેરેમની દરમિયાન ક્રિકેટ ચાહકોને હૃદય સ્પર્શી નજારો જોવા મળ્યો હતો. 

અરિજિત સિંહે ધોનીના પગને સ્પર્શ કર્યા
જણાવી દઈએ કે જ્યારે સીએસકેના કેપ્ટન એમએસ ધોની ઓપનિંગ સેરેમનીમાં સ્ટાર્સના પ્રદર્શન બાદ સ્ટેજ પર પહોંચ્યા ત્યારે બૉલીવુડના ટોપના સિંગર અરિજિત સિંહે ધોનીના પગને સ્પર્શ કર્યા હતા. હાલ આ ઘટનાની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરમાં અરિજિત ધોનીના પગને સ્પર્શ કરતો જોઈ શકાય છે. 

અરિજિતે ફરી એકવાર ચાહકોનું દિલ જીતી લીધું
ઓપનિંગ સેરેમનીમાં અરિજિતે પોતાના હિટ ગીતોથી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતા, સાથે જ અભિનેત્રીઓ રશ્મિકા મંદન્ના અને તમન્ના ભાટિયા પણ જોડાઈ હતી. ઓપનિંગ સેરેમનીમાં સ્ટાર્સના પર્ફોમન્સ પછી ટ્રોફીના અનાવરણ માટે ટીમના કેપ્ટનોને બોલાવવામાં આવ્યા હતા. પહેલા ચેન્નાઈનો કેપ્ટન ધોની સ્ટેજ પર પહોંચ્યો હતો. અરિજિત પાસે પહોંચતા જ અરિજિતે તેના ચરણ સ્પર્શ કર્યા. તેની સ્ટાઇલે ચાહકોનું દિલ જીતી લીધું હતું.

IPL 2023ની પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમવામાં આવી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સની ગુજરાત ટાઈટન્સ સામે 5 વિકેટથી હાર થઈ હતી. CSKએ પહેલા બેટીંગ કરી હતી અને 20 ઓવરમાં 7 વિકેટે 178 રન કર્યા હતા. ગુજરાત ટાઈટન્સે 19.2 ઓવરમાં આ ટાર્ગેટ પૂર્ણ કરી લીધો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2023 IPL 2023 news એમએસ ધોની IPL 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ