મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિનો અહેસાસ થશે. તેમજ આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે. જ્યારે નોકરીમાં પ્રગતિ જણાશે. વ્યવસાયમાં ધનલાભ થાય. તેમજ માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય.
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક પરેશાની જણાશે. તેમજ કામમાં વધારે મહેનત કરવી પડશે. અને ધંધામાં સામાન્ય ફાયદો જણાશે. જ્યારે નાણાકીય તંગી અનુભવશો.
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કરેલો પુરુષાર્થ ફળદાયી બનશે. તેમજ મોટા માણસોની ઓળખાણથી લાભ થાય. જ્યારે પરેશાનીઓમાંથી મુક્તિ મળે. તેમજ ધંધામાં નવી આવક મળે.
કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનાં દિવસ નવા કામકાજથી લાભ થાય. તેમજ નજીકના સંબંધીથી સહયોગ મળશે. અને પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે. જ્યારે ધંધાકીય આવકમાં વધારો જણાશે.
સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસે કામકાજમાં વ્યવહારું બનો. તેમજ ધીરજથી કામની શરૂઆત કરવી. અને પરિવારમાં વૈચારિક મતભેદ રહેશે. અને માનસિક તનાવ જણાય.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામની સફળતા માટે સંઘર્ષ કરવો પડે. તેમજ સ્વજનોથી પરેશાની રહેવા સંભવ છે. જ્યારે સંતાનોથી સારો લાભ જણાશે. તેમજ નાના-મોટા રોકાણ માટે સાચવવું
તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ અગત્યના કામને પ્રાધાન્ય આપો. તેમજ રોજગાર માટે નવી તકો વિચારો. જ્યારે બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી શકો. મહેનત કરશો તો સારું ફળ મળશે.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કરજમાંથી મુક્તિ અથવા રાહત મળે. તેમજ શેરબજારમાં સારો લાભ થશે. જ્યારે વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. તેમજ યાત્રા-પ્રવાસના કામથી લાભ થાય.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંતાન વિષયક તકલીફ જણાય. તેમજ મહત્વના કામમાં વિલંબ સૂચવાય. જ્યારે સ્વાસ્થ્ય બાબતે સાચવવું. તેમજ વ્યવસાયમાં નવી તકો મળશે .
મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધાર્મિક કામકાજમાં રુચિ વધે. તેમજ માનસિક બેચેની રહ્યા કરે. જ્યારે નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે. તેમજ ઘરમાં સામાન્ય અશાંતિ જણાય.
કુંભ (ગ.શ.ષ.સ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવડતના ઉપયોગથી લાભ થાય. તેમજ આર્થિક બાબતોમાં નવી તકો મળે.ધારેલા કામકાજમાં સફળતા મળે. અને વડીલો સાથે વૈચારિક અસમાનતા રહે.
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિ અનુભવશો. તેમજ ધન સંબંધી ચિંતા અનુભવશો. જ્યારે ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું. કામના પ્રમાણમાં ઓછું ફળ મળશે .
શુભાંક - આજનો શુભ અંક છે 8
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 12.28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4.30 થી 6.00 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)