બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ACના કારણે ઈલેક્ટ્રીક બિલ વધારે આવે છે? અપનાવો આ ટ્રિક્સ બિલ ઓછું અને કુલિંગ વધારે
4 ફોટો ગેલેરી
Last Updated: 04:24 PM, 23 June 2024
1/4
જો તમે તમારા ઘરમાં એસી લગાવેલા છે તો વીજળીનું બિલ વધારે આવશે. પરંતુ જો તમે AC ચલાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો AC ચલાવવાથી વીજળીના બિલ પર વધારે અસર નહીં થાય. અહીં અમે તમને જણાવીશું કે તમારે કયા તાપમાને AC ચલાવવું જોઈએ અને કયા તાપમાને બિલ વધારે આવે છે. આ પછી તમને બિલનું ટેન્શન ઓછું થશે અને તમે ઠંડી હવામાં શાંતિથી સૂઈ શકશો.
2/4
તમારી ભૂલોને કારણે ઘણી વખત ACનું બિલ વધી જાય છે. વધુ પડતી ઠંડકને કારણે વીજળીનું મીટર પણ ફરે છે. કારણ કે તમે તાપમાન જેટલું ઓછું રાખો છો, તેટલું વધારે બીલ વધારે આવવાની શક્યતાઓ છે. પરંતુ જો તમે બિલ ઓછું રાખવા માંગતા હોવ અને ઠંડકનો આનંદ પણ માણવા માંગતા હોવ તો તમે આ ટ્રિક અજમાવી શકો છો. કેટલાક લોકો રૂમને ઠંડો બનાવવા માટે AC ને 17 ડિગ્રીથી 18 ડિગ્રી પર રાખે છે. પરંતુ આ ભૂલ તમારા પર ભારે પડે છે. આ ભૂલને પગલે તમારું લાઈટ બિલ વધારે આવી શકે છે.
3/4
અહેવાલો અનુસાર ACને 24 ડિગ્રી કે તેથી વધુ તાપમાને ચલાવવું શ્રેષ્ઠ છે. આનાથી તમારા વીજળીના બિલ પર વધુ અસર પડતી નથી. જો તમે તાપમાનમાં 1 ડિગ્રી પણ ઘટાડો કરો છો, તો તેની અસર બિલ પર પડે છે. આ કારણે તમારું વીજળીનું બિલ લગભગ 10-12 ટકા વધી શકે છે. આવી સ્થિતિમાં જો તમે AC નો આનંદ લેવા માંગતા હોવ અને તમારા ખિસ્સા પર કોઈ અસર ન પડે તો AC ને 24 ડિગ્રી પર સેટ કરો. આ તમારા બિલમાં નોંધપાત્ર ઘટાડો કરશે.
4/4
જો તમે ઈચ્છો છો કે AC લાંબો સમય ચાલે અને બિલ ન વધે તો સમયાંતરે AC ની સર્વિસ કરાવતા રહો. આ સિવાય એસી ફિલ્ટરને યોગ્ય સમયે સાફ કરતા રહો. જો તમે ઇચ્છો તો ACની સાથે ધીમી ગતિએ સીલિંગ ફેન પણ ચલાવી શકો છો. આના કારણે, રૂમ ઝડપથી ઠંડુ થાય છે અને ઠંડક લાંબા સમય સુધી રહે છે. જ્યારે AC ચાલુ હોય ત્યારે રૂમની બારીઓ અને દરવાજા બંધ રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ